આ મામલાની સુનાવણીમાં ઉદ્ધવ ઠાકરે કે સંજય રાઉતને કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મોકલવામાં આવ્યા હતા. તેઓ કોર્ટમાં હાજર નહોતા રહ્યા એટલે તેમને આ દંડ કરવામાં આવ્યો છે.
ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત
શિવસેનાના ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ શેવાળેની બદનામી કરવાના મામલામાં સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને બે-બે હજાર રૂપિયાનો દંડ કર્યો હતો અને આ રકમ રાહુલ શેવાળેને દસ દિવસમાં આપવાનો આદેશ આપ્યો હતો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના મુખપત્ર ‘સામના’માં શિવસેનાના મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠકના તત્કાલીન સંસદસભ્ય રાહુલ શેવાળે સંબંધી સમાચાર લખવામાં આવ્યા હતા. આ સમાચારથી પોતાની બદનામી થઈ હોવાનો દાવો કરીને રાહુલ શેવાળેએ સ્પેશ્યલ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સામે કેસ કર્યો છે. આ મામલાની સુનાવણીમાં ઉદ્ધવ ઠાકરે કે સંજય રાઉતને કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મોકલવામાં આવ્યા હતા. તેઓ કોર્ટમાં હાજર નહોતા રહ્યા એટલે તેમને આ દંડ કરવામાં આવ્યો છે.