ચૂંટણી જીત્યા બાદ સાંસદ બનેલી અભિનેત્રીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. કંગનાની આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે
`ઈમરજન્સી`માં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં કંગના રનૌત
કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી લોકસભા ચૂંટણીમાં ખૂબ જ વ્યસ્ત હતી. તેની અસર તેની ફિલ્મ ‘ઈમરજન્સી’ (Emergency Release Date) પર પડી છે. હવે ચૂંટણી જીત્યા બાદ સાંસદ બનેલી અભિનેત્રીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકાના ઑફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિલ્મની રિલીઝની માહિતી આપવામાં આવી છે. કંગનાની આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે.



