જોકે પ્રોટોકૉલ પ્રમાણે એમાં મુખ્ય પ્રધાન સિવાય કોઈ રહી ન શકે એટલે પ્રશાસને ના પાડી દેતાં અભિનેત્રી સદનમાંથી નીકળી ગઈ
કંગના રનૌત
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકમાંથી ચૂંટાઈ આવેલી બૉલીવુડની અભિનેત્રી કંગના રનૌતે ગઈ કાલે સંસદભવનમાં ૧૮મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ દિલ્હીમાં આવેલા મહારાષ્ટ્ર સદનની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નવા ચૂંટાઈ આવેલા સંસદસભ્યોએ પ્રાઇવેટ જગ્યાએ રહેવું પડે છે. સંસદનું સત્ર શરૂ થયું છે એટલે કંગના રનૌતે મહારાષ્ટ્ર સદનમાં રહેવાનો નિર્ણય લીધો હતો અને તેણે અહીંની બધી રૂમ જોઈ હતી. સૂત્રો મુજબ છેલ્લે તેણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન માટે રિઝર્વ રાખવામાં આવેલો સ્વીટ રૂમ જોયો હતો અને અહીં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે પ્રોટોકૉલ પ્રમાણે મુખ્ય પ્રધાનનો સ્વીટ કોઈને આપી ન શકાય એટલે કંગનાને મહારાષ્ટ્ર સદનના અધિકારીએ ના પાડી દીધી હતી.
કંગના રનૌતની કર્મભૂમિ મુંબઈ છે, પણ તે હિમાચલ પ્રદેશની સંસદસભ્ય છે. તેણે મહારાષ્ટ્ર સદનમાં જઈને મુખ્ય પ્રધાનનો સ્વીટ પસંદ કર્યો એ મહારાષ્ટ્ર સદનના અધિકારીઓને અયોગ્ય લાગ્યું હતું.


