કલાકોની પૂછપરછ બાદ અશોક પાલને ગઈ કાલે મોડી રાત્રે દિલ્હીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગઈ કાલે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના મની લૉન્ડરિંગ કેસમાં રિલાયન્સ પાવર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (CFO) અશોક પાલની ધરપકડ કરી હતી.
કલાકોની પૂછપરછ બાદ અશોક પાલને ગઈ કાલે મોડી રાત્રે દિલ્હીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. EDના આરોપ પ્રમાણે તેમણે સોલર એનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (SECI)ને ૬૮ કરોડ રૂપિયાથી વધુની બોગસ બૅન્ક ગૅરન્ટી સબમિટ કરવામાં અને નકલી બૅન્ક ગૅરન્ટીના આખા રૅકેટમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.


