Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલઘરમાં ગાયબ થઈ ગયેલી આઠ વર્ષની છોકરીને પોલીસે ત્રણ દિવસમાં શોધી કાઢી

પાલઘરમાં ગાયબ થઈ ગયેલી આઠ વર્ષની છોકરીને પોલીસે ત્રણ દિવસમાં શોધી કાઢી

Published : 10 November, 2025 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૮ વર્ષની ખોવાઈ ગયેલી એક આદિવાસી છોકરીને પોલીસે શોધી કાઢી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આશ્રમ સ્કૂલમાં ગમતું નહોતું એટલે જાતે જ નીકળીને બીજા ગામમાં પહોંચી ગઈ હતી, CCTV કૅમેરાનાં ફુટેજના આધારે પોલીસે પગેરું મેળવ્યું

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૮ વર્ષની ખોવાઈ ગયેલી એક આદિવાસી છોકરીને પોલીસે શોધી કાઢી હતી અને તેના પરિવાર સાથે તેનું ફરી મિલન કરાવ્યું હતું. વાડા તાલુકાની એક સરકારી આશ્રમ સ્કૂલમાં આ છોકરીને તેના પરિવારે ભણવા મૂકી હતી. આ જ સ્કૂલમાં તેનો ભાઈ પણ ભણતો હતો. જોકે ૬ નવેમ્બરે શાળાનાં હેડ ટીચરે પોલીસને જાણ કરી હતી કે તે છોકરી સ્કૂલના કૅમ્પસમાંથી ગાયબ થઈ ગઈ છે.



વાડા પોલીસ-સ્ટેશનના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે છોકરીને સ્કૂલમાં રહેવું ગમતું નહોતું અને ઘરે પાછી જવા માગતી હતી એટલે જાતે જ કૅમ્પસમાંથી નીકળી ગઈ હતી. નજીકના વિસ્તારોમાં તપાસ શરૂ કરીને પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી અને ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સ્કેન કર્યાં હતાં. એક ફુટેજમાં છોકરી એકલી ચાલતી દેખાઈ હતી, જ્યારે અન્ય ફુટેજમાં એક ગામ તરફ જતી દેખાઈ હતી. પોલીસે સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરીને એ ગામમાં એક મહિલાના ઘરેથી છોકરીને શોધી કાઢી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK