મુંબઈ આવ્યો પહેલો મૃતદેહ : અમદાવાદમાં ક્રૅશ થયેલી ફ્લાઇટની ક્રૂ-મેમ્બર સઈનીતા ચક્રવર્તીનો પાર્થિવ દેહ સોમવારે પહોંચ્યો જુહુ કોલીવાડાના તેના ઘરે
(પિન્કી) સઈનીતાનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે તેની મમ્મીનું આક્રંદ ત્યાં ઉપસ્થિત સૌને હચમચાવી ગયું.
અમદાવાદમાં ૧૨ જૂને થયેલા પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોમાં મુંબઈના ક્રૂ-મેમ્બરોનો પણ સમાવેશ હતો. આ ક્રૂ-મેમ્બરોમાંથી ગઈ કાલે પહેલો મૃતદેહ મુંબઈ આવ્યો હતો. જુહુ કોલીવાડામાં રહેતી સઈનીતા ચક્રવર્તીનો પાર્થિવ દેહ ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે તેના ઘરે પહોંચ્યો હતો અને ૧૨.૩૦ વાગ્યે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પિન્કીના હુલામણા નામે ઓળખાતી સઈનીતાનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે તેની મમ્મીનું આક્રંદ ત્યાં ઉપસ્થિત સૌને હચમચાવી ગયું હતું. પિન્કીને પરિવારજનો, મિત્રો અને પાડોશીઓની હાજરીમાં વિદાય આપવામાં આવી હતી.

