જો દીપડાની હિલચાલ એમાં ઝડપાય તો એની સાથે જોડેલી સાઇરન વાગશે જેથી લોકો અલર્ટ થઈને સુરિક્ષત સ્થાને જતા રહે.
ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાવામાં વપરાતા ફોર્ક જેવા ધારદાર પાંખિયા ધરાવતા લાંબા ફોર્ક તૈયાર કરીને લોકોને દીપડાથી પોતાનું રક્ષણ કરવા માટે આપ્યા છે.
પુણેના પિંપર ખેડ અને માંજીરી ગામમાં અવારનવાર દીપડો દેખાતો હોવાથી ગામવાસીઓમાં ગભરાટ ફેલાયો છે ત્યારે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે એની સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય એ માટેના ઉપાય હાથ ધર્યા છે.
દીપડો એના શિકારને મોટા ભાગે ગરદનમાંથી પકડતો હોય છે એથી ગામવાસીઓએ ખાસ કરીને ખેતરમાં કામ કરવા જતા ખેત-મજૂરોએ ગળામાં ખીલાવાળો કૉલર પહેરવાનું ચાલુ કર્યું છે.
ફૉરેસ્ટે ડિપાર્ટમેન્ટ દ્વારા જે વિસ્તારમાં દીપડો દેખા દે છે ત્યાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ સાથેના CCTV કૅમેરા બેસાડ્યા છે. જો દીપડાની હિલચાલ એમાં ઝડપાય તો એની સાથે જોડેલી સાઇરન વાગશે જેથી લોકો અલર્ટ થઈને સુરિક્ષત સ્થાને જતા રહે.
ADVERTISEMENT
ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાવામાં વપરાતા ફોર્ક જેવા ધારદાર પાંખિયા ધરાવતા લાંબા ફોર્ક તૈયાર કરીને લોકોને દીપડાથી પોતાનું રક્ષણ કરવા માટે આપ્યા છે.


