ઘાટકોપર (ઈસ્ટ)માં વલ્લભબાગ લેનમાં આવેલા પારસધામમાં આજે ચારથી પાંચ વાગ્યા દરમ્યાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યમાં કિરીટભાઈને ભાવભરી ગુણાંજલિ અર્પણ કરવામાં આવશે.
પારસધામના ટ્રસ્ટી કિરીટ મહેતા
ઘાટકોપરમાં રહેતા પારસધામના ટ્રસ્ટી કિરીટ શશિકાંત મહેતાનું ગઈ કાલે ૭૪ વર્ષની ઉંમરે અવસાન થયું છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ પ્રત્યે અનન્ય પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધા ધરાવતા મૂળ કચ્છ-ભુજના કિરીટભાઈએ પરમ ગુરુદેવના અનેક મિશનમાં સમય અને સંપત્તિનું યોગદાન આપ્યું હતું. ઘાટકોપર (ઈસ્ટ)માં વલ્લભબાગ લેનમાં આવેલા પારસધામમાં આજે ચારથી પાંચ વાગ્યા દરમ્યાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યમાં કિરીટભાઈને ભાવભરી ગુણાંજલિ અર્પણ કરવામાં આવશે.


