જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી માટે મુંબઈના લોકોને મળવા આવી રહ્યા છે
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પરથી અઢી કિલોમીટર સુધી રોડ-શો કરશે. એની શરૂઆત વેસ્ટમાં આવેલી અશોક સિલ્ક મિલ્સથી સાંજના ૪.૩૦ વાગ્યે થશે. એ ઘાટકોપર-ઈસ્ટના મહાત્મા ગાંધી રોડ પર આવેલા પાર્શ્વનાથ ચોક સુધી જશે. ઈશાન મુંબઈમાંથી આ ચૂંટણીમાં મિહિર કોટેચા લડી રહ્યા છે. આ બાબતની માહિતી આપતાં મુંબઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આશિષ શેલારે વિડિયો વાઇરલ કરીને કહ્યું હતું કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી માટે મુંબઈના લોકોને મળવા આવી રહ્યા છે તો બધા જ તેમને મળવા આજે સાંજના ઘાટકોપર આવી શકે છે.