પૅસેન્જરો હેરાનપરેશાન થઈ ગયા
ફાઇલ તસવીર
વર્સોવા-ઘાટકોપર વચ્ચે દોડતી મેટ્રો-1માં બુધવારે રાતે મેઇન્ટેનન્સ-વર્ક કરવામાં આવ્યું હતું એને પગલે ગઈ કાલે સવારે ટ્રેનોની સ્પીડ ઘટાડવામાં આવતાં ટ્રેનો મોડી દોડતી હતી. સવારના પીક અવર્સમાં નોકરિયાત પૅસેન્જરોનું ટાઇમ-ટેબલ ખોરવાઈ ગયું હતું.
મેટ્રો-1 દ્વારા એ પછી ગઈ કાલે સવારે ૧૦.૨૧ વાગ્યે સોશ્યલ મીડિયા પર આ બાબતે ખુલાસો કરતી પોસ્ટ મુકાઈ હતી જેમાં કહેવાયું હતું કે સેફ્ટીના પગલે બૅન્ગલોર મેટ્રો રેલ કૉર્પોરેશનના સહયોગ સાથે મેઇન્ટેનન્સનું કામ બુધવારે રાતે કરવામાં આવ્યું હતું. એ પછી એના પરથી પસાર થનારી ટ્રેનો માટે ગઈ કાલે સવારે સ્પીડ-રિસ્ટ્રિક્શન લાગુ કરવામાં આવ્યું હતું. આ મેઇન્ટેનન્સ-વર્કથી પૅસેન્જર્સની સેફ્ટી અને કમ્ફર્ટમાં વધારો થશે.’
