Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈનો પહેલવહેલો સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આકાર પામશે અંધેરીમાં

મુંબઈનો પહેલવહેલો સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આકાર પામશે અંધેરીમાં

Published : 06 June, 2026 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંધેરી વેસ્ટ સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કુલ ૨૮,૦૬૧ રીહૅબિલિટેશન ટેનામેન્ટ બનાવવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અંધેરી-વેસ્ટમાં મુંબઈના પ્રથમ સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ૧૦૧.૩૬ એકર પર ૨૮,૦૬૧ રીહૅબિલિટેશન હોમ્સ બનશે અને એ શહેરમાં મોટા પાયે સ્લમ રીડેવલપમેન્ટ માટે એક મૉડલ તરીકે જોવામાં આવશે. ક્લસ્ટર રીડેવલપમેન્ટમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, સ્કૂલો, હેલ્થકૅર સેન્ટર જેવી સુવિધા હશે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈને ઝૂંપડપટ્ટી-મુક્ત બનાવવા ૨૦૨૫ની ૧૩ નવેમ્બરે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) દ્વારા બૃહન્મુંબઈ વિસ્તારમાં સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટ યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ને આ યોજના માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ ઓછામાં ઓછી ૫૦ એકરની જમીન ધરાવતા અને જેના પર અડધા કરતાં વધુ જગ્યાએ ઝૂંપડપટ્ટી બની છે એનું હવે સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આ પ્રયાસના ભાગરૂપે SRAએ અંધેરી-વેસ્ટમાં સી. ડી. બરફીવાલા રોડની આસપાસના ક્લસ્ટર વિસ્તારને પાઇલટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરીને ‘ઝૂંપડપટ્ટી-મુક્ત મુંબઈ’ બનાવવા તરફ એકમહત્ત્વનું પગલું ભર્યું છે.

કેવો હશે આ પ્રોજેક્ટ?
અંધેરી વેસ્ટ સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કુલ ૨૮,૦૬૧ રીહૅબિલિટેશન ટેનામેન્ટ બનાવવામાં આવશે. આમાં લગભગ ૧૪,૦૦૦ ઝૂંપડાવાસીઓનું પુનર્વસન કરવામાં આવશે. એ ઉપરાંત વધારાનાં ૧૪,૦૬૧ પુનર્વસન યુનિટ પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ રમતનાં મેદાનો, સ્કૂલો, હેલ્થકૅર સેન્ટર વગેરેને પણ આવરી લેશે.



પ્રોજેક્ટના પડકારો
wઅંધેરી-વેસ્ટનો કુલ પ્રોજેક્ટ-વિસ્તાર ૧૦૧.૩૬ એકર છે જેમાંથી ૬૧.૪૦ એકર વિસ્તાર ઝૂંપડપટ્ટીઓએ કબજે કર્યો છે. સાંતાક્રુઝ ઍરપોર્ટની નજીક હોવાને કારણે બિલ્ડિંગની ઊંચાઈ પર પ્રતિબંધ, અત્યંત ગીચ ઝૂંપડપટ્ટી અને ટુકડા-ટુકડામાં અટકી ગયેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને કારણે વર્ષોથી આ વિસ્તારમાં રીડેવલપમેન્ટ અટકી ગયું હતું એને પરિણામે હજારો ઝૂંપડપટ્ટીવાસીઓનું રીડેવલપમેન્ટ અટકી રહ્યું છે અને ઘણા સ્થળાંતરિત રહેવાસીઓ માટે ભાડાનું વળતર પણ બાકી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK