આજે અને આવતી કાલે આ સ્પેશ્યલ બ્લૉકને કારણે મેગા બ્લૉક રહેશે નહીં
પ્રતીકાત્મક તસવીર
થાણે જિલ્લાના આટગાંવ સ્ટેશન પર નવી ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ૬ અને ૭ જૂન દરમ્યાન આસનગાંવ અને થાનસિટ સ્ટેશનો વચ્ચે ૧૩ કલાકનો વિશેષ પાવર અને ટ્રાફિક બ્લૉક લેવામાં આવશે. આ બ્લૉકને કારણે સેન્ટ્રલ લાઇન પર દોડતી અનેક મેલ-એક્સપ્રેસ અને લોકલ ટ્રેનને અસર થશે. ૬ જૂને બપોરે બે વાગ્યે શરૂ થશે અને રવિવારે વહેલી સવારે ૩ વાગ્યે પૂર્ણ થશે. આસનગાંવ અને થાનસિટ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન બન્ને લાઇનો પર આ બ્લૉક ઑપરેટ કરવામાં આવશે.
આ ૧૩ કલાકના લાંબા બ્લૉક દરમ્યાન મુંબઈ અને નાશિક તરફ આવતી-જતી લાંબા અંતરની ટ્રેનો તેમ જ કલ્યાણથી આગળ કસારા તરફ જતી લોકલ ટ્રેનોના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવશે.
આ વિશેષ બ્લૉક દરમ્યાન CSMTથી કલ્યાણ વચ્ચે મેઇન લાઇન પર રવિવારે લેવાતો મેગા બ્લૉક ઑપરેટ કરવામાં આવશે નહીં.
