Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઘૂંટણની સર્જરી પછી પગભર થવા આટલું કરો

ઘૂંટણની સર્જરી પછી પગભર થવા આટલું કરો

Published : 13 November, 2026 02:44 PM | Modified : 13 November, 2026 03:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં તો ફિઝિયોથેરપિસ્ટ કહે એ મુજબની એક્સરસાઇઝ કરવી જ. થોડા-થોડા સમયે ચાલવું. થોડું-થોડું અંતર ચાલવાની શરૂઆત કરવી અને ધીમે-ધીમે અંતર વધારવું. સર્જરી પછીના ૩ મહિના સુધી સોફા કે ખૂબ નીચી ખુરસી હોય તો એના પર ન બેસવું.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


આજકાલ લોકોને ઘૂંટણની તકલીફ ઘણી વધુ જોવા મળે છે અને એક સમય એવો આવે છે કે ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી જ પડે છે. અહીં એ સમજવું જરૂરી છે કે સર્જરી થઈ ગઈ એટલે તમે ચાલવા લાગશો એવું હોતું નથી. ઘૂંટણ તો રિપ્લેસ થઈ જાય છે, પણ એની પાસે કામ કરાવવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે, જેને આપણે રિકવરી પણ કહી શકીએ. આમ તો કોઈ પણ સર્જરીમાં રિકવરી મહત્ત્વની હોય છે.

પહેલાં તો ફિઝિયોથેરપિસ્ટ કહે એ મુજબની એક્સરસાઇઝ કરવી જ. થોડા-થોડા સમયે ચાલવું. થોડું-થોડું અંતર ચાલવાની શરૂઆત કરવી અને ધીમે-ધીમે અંતર વધારવું. સર્જરી પછીના ૩ મહિના સુધી સોફા કે ખૂબ નીચી ખુરસી હોય તો એના પર ન બેસવું. જમીન પર બેસવાનું તો વિચારવું પણ નહીં. ઊંચી ખુરસી કે બેડ પર બેસી શકાય, પરંતુ એમાં પણ ધ્યાન રાખવું કે પગ વધુ સમય લટકતો ન રહે. સામે બીજી ખુરસી કે બેડ પર લાંબો કરી દો. જો તમને લાકડી કે વૉકર વાપરવાનું કહ્યું હોય તો એનો ઉપયોગ કરો. એ ક્યાં સુધી વાપરવાનાં છે એ તમારા ડૉક્ટરને પૂછી લો. જેમ એનો ટેકો લેવો જરૂરી છે એમ સાચા સમયે એ ટેકો છોડી દેવો પણ એટલો જ જરૂરી છે. ટૉઇલેટમાં ૬-૮ અઠવાડિયાં માટે કમોડ એક્સટેન્શન વાપરો અને એની બાજુમાં પકડીને ઊભા થવા માટે સુવિધા હોવી જરૂરી છે. બેસવા માટે આરામખુરસી નહીં, પણ એકદમ સ્ટેબલ રહે એવી ખુરસી પસંદ કરો. એના પર એકદમ સખત તકિયો વાપરો, નહીં કે એકદમ સૉફ્ટ. કોઈ સ્ટૂલ પર કે ઊંચે ન ચઢો. દાદરા ચડવાનું પણ એકદમ શરૂઆતમાં ટાળો. ટાંકા તૂટે નહીં ત્યાં સુધી નહાવાનું નથી. ઘૂંટણને વાળવાની ઉતાવળ ન કરો. એના માટે કોઈ પ્રેશર પણ ન આપો. જે પણ કરો એ ધીમે-ધીમે અને સમજીને કરો.



સર્જરી પછી ફક્ત પેઇન-કિલર્સ આપવામાં આવે છે, જેથી દરદી એ પેઇનને સહન કરી શકે. જો આ પેઇન-કિલર માફક ન આવે તો ડોક્ટરની સલાહ લો. સતત ઍક્ટિવ રહો. ની-સર્જરીમાં સોજો થોડા મહિના સુધી રહે એ સામાન્ય છે. સૂતા હો ત્યારે પગની નીચે તકિયાઓ ગોઠવીને થોડા ઉપર રાખવાથી આ સોજામાં ફરક પડે છે. આ સિવાય તમારા ઘૂંટણની આજુબાજુ દિવસમાં ૨-૩ વાર બરફનો શેક ૨૦ મિનિટ માટે કરવો. જો એ જગ્યાએ સોજો આવી ગયો હોય, અતિશય દુખાવો થતો હોય કે લાલાશ આવી ગઈ હોય તો તાત્કાલિક ડૉક્ટરને મળવું જરૂરી છે. ડૉક્ટર જોડેના રેગ્યુલર ફૉલો-અપ ચાલુ રાખવા અને તમારા પ્રોગ્રેસ વિશે અને તકલીફો વિશે ડૉક્ટરને જાણ કરવી. જો સખત દુખાવો થતો હોય, સોજામાં વધારો થયો હોય કે ૧૦૦ ડિગ્રીથી વધુ તાવ આવે તો તાત્કાલિક ડૉક્ટરને મળવું કે જાણ કરવી.


- ડૉ. મિતેન શેઠ


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK