Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbaiના થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવા હવે આટલા બધા પૈસા ચૂકવવા પડશે? જાણો મામલો

Mumbaiના થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવા હવે આટલા બધા પૈસા ચૂકવવા પડશે? જાણો મામલો

Published : 24 September, 2026 08:11 AM | Modified : 24 September, 2026 08:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai: થિયેટર્સમાં જઈને મૂવીઝ, નાટકો કે પછી મ્યુઝિકલ કાર્યક્રમો સહિતના એન્ટરટેનમેન્ટને લગતાં પ્રોગ્રામ માણવા માટે મુંબઇકર્સે હવે વધારે પૈસા ખર્ચવા પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ (Mumbai)માં મલ્ટિપ્લેક્સમાં જઈને હવે મૂવીઝ જોવાનું મોંઘું થવાનું છે. થિયેટર્સમાં જઈને મૂવીઝ, નાટકો કે પછી મ્યુઝિકલ કાર્યક્રમો સહિતના એન્ટરટેનમેન્ટને લગતાં પ્રોગ્રામ માણવા માટે મુંબઇકર્સે હવે વધારે પૈસા ખર્ચવા પડશે. તાજતેરમાં જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એન્ટરટેનમેન્ટ ટેક્સમાં ૫૭૦ ટકા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવને રાજ્ય સરકારના નગર વિકાસ વિભાગ દ્વારા પરમીશન આપવામાં આવશે તો મુંબઈકર્સને હવે મનોરંજનના કાર્યક્રમ માટે ટિકિટના વધારે ભાવ ચૂકવવાની નોબત આવશે. 

એન્ટરટેનમેન્ટના કયા પ્રોગ્રામમાં કેટલો ટેક્સ લાગી શકે છે?



એસી થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સમાં પ્રત્યેક ટિકિટ પર ટેક્સ ₹૬૦થી વધારીને ₹૪૦૦ કરવાનો પ્રસ્તાવ છે. આમ, અહીં (Mumbai) તબ્બલ ૫૭૦ ટકાના વધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નોન-એસી થિયેટર્સમાં પ્રતિ ટિકિટ ટેક્સ ૪૦૦ ટકા એટલે કે ₹૪૫થી વધારીને ₹૨૦૦ કરવાનો પ્રસ્તાવ છે. નાટક અને મ્યૂઝિકલ કાર્યક્રમોની ટિકિટો પર ટેક્સ ₹૫૦થી વધારીને ₹૧૦૦ કરવાનો પ્રસ્તાવ છે. તે સિવાયના અન્ય એન્ટરટેનમેન્ટને લગતા કાર્યક્રમો પર ટેક્સ ₹૨૫થી વધારીને ₹૭૫ સુધી વધારવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. તે ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે મિનિ થિયેટર અને વિડિયો સ્ક્રીનિંગ કે જે પહેલાં ટેક્સ-ફ્રી હતા તેમાં પણ હવે પ્રતિ ટિકિટ ₹૯૦નો નવો ટેક્સ લાદવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.


થિયેટર્સના સંચાલકો અને નાટક-મ્યુઝિક સહિતના કાર્યક્રમો (Mumbai)નું આયોજન કરનારાઓએ પાલિકાને આ ટેક્સ ચૂકવવો પડતો હોય છે. જોકે છેલ્લે તો આ ટેક્સનો બોજ દર્શકોના ખિસ્સા પર જ આવતો હોય છે. કારણ કે આયોજકો આ ટેક્સ ટિકિટના રેટ્સમાં ઉમેરી દેતા હોય છે. એટલે કે જો આ નવા ટેક્સના પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો છેલ્લે સામાન્ય દર્શકોએ જ તેનો ભોગવવો પડશે.

રાહત: ગુજરાતી-મરાઠી મૂવીઝ કે કાર્યક્રમો બતાવતાં થિયેટર્સ ટેક્સ-ફ્રી


આ વચ્ચે એક રાહતના સમાચાર એ પણ છે કે મુંબઈ (Mumbai)માં પ્રાદેશિક ભાષાઓ અને તેના સિનેમાને પ્રોત્સાહન આપવા BMCએ મરાઠી અને ગુજરાતી ફિલ્મો, નાટકો તથા સંગીતના કાર્યક્રમો પેશ કરતાં થિયેટરો અને મલ્ટિપ્લેક્સને ટેક્સ ફ્રી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેથી ગુજરાતી અને મરાઠી જેવી પ્રાદેશિક ભાષાઓના કાર્યક્રમો જોનારા દર્શકોને પ્રોત્સાહન મળે.

BMCના એક અધિકારી જણાવે છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર નવા પ્રસ્તાવને (Mumbai) મંજૂરી આપીને સત્તાવાર ગેઝેટમાં જાહેરાત ન કરે ત્યાં સુધી હાલ તો થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સમાં જૂના રેટ્સ જ ચાલશે. પ્રસ્તાવમાં ૨૦૧૪-૧૫ના જૂના ટેક્સ-રેટ્સને ૨૦૨૭-૨૮ સુધી જેમના તેમ રાખવાની વાત પણ સામેલ છે. આ ઉપરાંત, ૧૯૫૯થી ચાલી આવતી યોજના મુજબ જે કરદાતાઓ મહિનાની પાંચમી તારીખ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરી દેશે તેમને ૬ ટકા ડિસ્કાઉન્ટ મળતું રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK