Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોટા ભાઈ પછી નાના ભાઈની પણ ગોળી મારીને હત્યા

મોટા ભાઈ પછી નાના ભાઈની પણ ગોળી મારીને હત્યા

Published : 12 November, 2026 12:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુર્લામાં એક જ પરિવારનાં બે જૂથ વચ્ચેના અંગત વૈમનસ્યમાં ૬ મહિનામાં બે લાશ પડી

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ-ટીમ.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ-ટીમ.


મુંબઈમાં એક તરફ તહેવારોનો માહોલ છે તો બીજી તરફ ગુનાખોરીના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. કુર્લા-વેસ્ટમાં આવેલા હલવા પુલ પાસેના માકડવાલા કમ્પાઉન્ડમાં ગઈ કાલે બપોરે ૪૦ વર્ષના વિનોદ પવાર નામના યુવક પર અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની નિર્મમ હત્યા કરી હતી. બાઇક પર આવેલા બેથી ત્રણ હુમલાખોરોએ વિનોદ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. 

પ્રાથમિક તપાસ અનુસાર આ હત્યા અંગત વૈમનસ્ય અને વર્ચસ્વની લડાઈના કારણે થઈ હોવાનું જણાય છે. ઉલ્લેખનીય છે કે માકડવાલા કમ્પાઉન્ડમાં રહેતા પવાર પરિવારનાં બે ગ્રુપો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ જ જૂથવાળા વિવાદમાં ૬ મહિના પહેલાં વિનોદના મોટા ભાઈ બાબા પવારની પણ આ જ રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તાજેતરની ઘટનામાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વિવિધ ટીમો ફરાર હુમલાખોરોને પકડી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. આ ઘાતકી ઘટના બાદ પરિવારે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માગણી સાથે વિનોબા ભાવે નગર



પોલીસ-સ્ટેશન બહાર ધરણાં-પ્રદર્શન કર્યું હતું. ગઈ કાલે સાંજે મોડે સુધી તમામ આરોપીઓ ફરાર હોવાથી વિસ્તારમાં ભારે તનાવ જોવા મળ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK