પહેલી સપ્ટેમ્બરે સૌથી મોટી ભરતી
ફાઇલ તસવીર
મુંબઈના વરસાદનો અને મુંબઈગરાનો અભૂતપૂર્વ નાતો છે. મુંબઈગરો વરસાદમાં ભીંજાશે, વૉટર લૉગિંગ થતાં હેરાન થશે અને ટ્રેનો બંધ થતાં ટ્રૅક પર ચાલીને ઑફિસે પણ પહોંચશે. આમ વરસાદ મુંબઈગરાના જુસ્સાને તોડી શકતો નથી. હવે મૉન્સૂનને દોઢથી પોણાબે મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે આ સીઝનમાં કયા દિવસે મોટી ભરતી રહેશે એની આગોતરી જાણ વેધશાળાએ કરેલી આગાહી મુજબ બીએમસીએ કરી છે.
મૉન્સૂનની આ સીઝનમાં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં ૪.૫ મીટર કરતાં વધુ ઊંચાઈનાં મોજાં સાથેની ભરતી ૨૯ વખત થવાની છે. એમાં પહેલી સપ્ટેમ્બરે સૌથી મોટી ભરતી ૪.૮૮ મીટરનાં મોજાંની હશે. સામાન્ય રીતે જુલાઈમાં વરસાદનું જોર વધુ રહેતું હોય છે ત્યારે આ વર્ષે પાંચમી અને સાતમી સપ્ટેમ્બરે અનુક્રમે ૪.૭૮ અને ૪.૭૭ મીટરની ભરતી રહેશે.
ADVERTISEMENT
જો મોટી ભરતીના સમયે મુંબઈમાં થોડો પણ વધારે વરસાદ થાય તો મુંબઈ જળબંબાકાર થઈ જાય છે અને મોટા ભાગનો વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે.


