બપોરે 3.53 વાગ્યે ટ્રેન અહીં આવ્યા પછી જોગેશ્વરી ખાતે ટ્રેનમાં કેટલાક લોકોનું ગ્રૂપ ફર્સ્ટ-ક્લાસ ડબ્બાના ફ્લોર પર બેઠું હતું. આ જૂથ દેખીતી રીતે એક પરિવાર હતું - એક પુરુષ, તેની પત્ની, તેની વૃદ્ધ માતા અને ત્રણ બાળકો. તેઓ દેખીતી રીતે અભણ હતા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પશ્ચિમ રેલવેના બાન્દ્રા સ્ટેશન ખાતે ગુરુવારે બપોરે એક ટિકિટ ચેકર (TC)એ બે મહિલાઓ જેમાંથી એક વૃદ્ધ હતી અને ઓછામાં ઓછા ત્રણ બાળકોના જૂથમાં મુસાફરી કરી રહેલા એક પુરુષ પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલો બોરીવલી-ચર્ચગેટ વચ્ચે દોડી રહેલી ફાસ્ટ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પત્રકારે પણ જોઈ હોવાનું કહેવાય છે. ટ્રેન બોરીવલીથી બપોરે 3.36 વાગ્યે ઉપડે છે અને ચર્ચગેટ 4.29 વાગ્યે પહોંચે છે. ઘણા લોકોએ બાન્દ્રા સ્ટેશનના પ્લેટફોર્મ 5 પર ટિકિટ ચેકરને તે વ્યક્તિ સાથે દુર્વ્યવહાર અને અપમાન કરતા પણ જોયો હતો.
મીડિયા અહેવાલ મુજબ બપોરે 3.53 વાગ્યે ટ્રેન અહીં આવ્યા પછી જોગેશ્વરી ખાતે ટ્રેનમાં કેટલાક લોકોનું ગ્રૂપ ફર્સ્ટ-ક્લાસ ડબ્બાના ફ્લોર પર બેઠું હતું. આ જૂથ દેખીતી રીતે એક પરિવાર હતું - એક પુરુષ, તેની પત્ની, તેની વૃદ્ધ માતા અને ત્રણ બાળકો. તેઓ દેખીતી રીતે અભણ હતા અને તેમને ખ્યાલ નહોતો કે તેઓ ટિકિટ વિના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં ચઢી ગયા છે.
ADVERTISEMENT
આ જૂથ બાન્દ્રા સ્ટેશન પર ઉતર્યું અને ટિકિટ ચેકરો દ્વારા તાત્કાલિક તેમને રોકવામાં આવ્યા. ટિકિટ ચેકર્સમાંથી એકે તે માણસનો કાન પકડીને તેને ગાળો આપી. વૃદ્ધ મહિલાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો અને તેને રેલવે અધિકારીને જવા દેવા માટે વિનંતી પણ કરી હતી, પરંતુ તેને બૂમ પાડીને બોલાવવામાં આવી. આ દરમિયાન મહિલા અને બાળકો એકસાથે ભેગા થઈ ગયા હતા અને ટિકિટ ચેકર્સ સાથે દલીલ કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. આ ઘટના ટ્રેનમાં સવાર એક પેસેન્જર તેના ફોન કૅમેરામાં રેકોર્ડ કરે તે પહેલાં જ ટ્રેન આગળ વધવા લાગી. જોકે, CCTV તપાસ કરીને રેલવે અધિકારીની ઓળખ સ્થાપિત કરી શકાય છે.
આ અંગે રેલવે અધિકારીઓને સંપૂર્ણ ઘટનાની તપાસ કરવા અને ટિકિટ ચેકર્સ સામે પગલાં લેવા વિનંતી કરવામાં આવી રહી છે. જો જૂથ પાસે માન્ય ટિકિટ ન હોત અથવા તેઓ ખોટા ડબ્બામાં પ્રવાસ કરતાં હોય તો તેમની પાસેથી દંડની વસૂલાત અથવા તેમને અટકાયતમાં લેવા જોઈતા હતા. જોકે, તે પુરુષ પર હુમલો કરવામાં આવ્યો હતો અને મહિલાઓને બાળકોની સામે અને લોકોની સામે તેની સામે અપશબ્દો વાપરી દુર્વ્યવહાર સહન કરવો પડ્યો હતો.
ગોરેગામ ખાતે ટ્રેનમાં યુવતી સાથે છેડતીનો પ્રયત્ન
View this post on Instagram
કૉલેજ વિદ્યાર્થિની સવારે 10:44 વાગ્યે ગોરેગાંવથી વિલે પાર્લે જતી લોકલ ટ્રેનમાં ચઢી, જ્યાં તે કૉલેજમાં ભણે છે. જ્યારે ટ્રેન સ્ટેશન પર હતી, ત્યારે એક અજાણ્યો માણસ લેડીઝ કોચની બારી પાસે આવ્યો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો અને અયોગ્ય ટિપ્પણીઓ કરવા લાગ્યો. પીડિતાએ આ ઘટના તેના ફોનમાં રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જ્યારે આરોપીને લાગ્યું કે તેનો વીડિયો બની રહ્યો છે, ત્યારે આ છોકરીએ ફોન કોલ પર હોવાનું નાટક કર્યું અને આરોપીનો ચહેરો કૅમેરામાં કેદ કર્યો. આ દરમિયાન આરોપી યુવતીને હેરાન કરવાનું શરૂ જ રાખ્યું હતું.

