પશ્ચિમ રેલવેના લોકલ ટ્રેન (Mumbai Local Train) સ્ટેશનોની કુલ સંખ્યા 37 છે. મધ્ય અને પશ્ચિમ રેલવેની સંખ્યા મળીને મુંબઈમાં લોકલ ટ્રેન સ્ટેશનોની કુલ સંખ્યા હવે 123 થઈ જશે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train)ની સેવા આપનાર વધુ 6 ઉપનગરીય રેલવે સ્ટેશનોને એક સાથે ટૂંક સમયમાં જ જનતા માટે ખોલવામાં આવશે. જેમાં ઉરન માર્ગ પર પાંચ અને થાણે-વાશીના રૂટ સામેલ છે. આ તમામ છ સ્ટેશનોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તે કામ પૂર્ણ થવાના આરે છે.
ઉરન માર્ગ પર સ્ટેશન ગવનપાડા, રંજનપાતા, ન્હાવા-શેવા અને ઉરન છે. વર્તમાનમાં સેન્ટ્રલ રેલવે મુંબઈમાં 80 સ્ટેશન છે, નવા 6 સ્ટેશનનો ઉભાં થતાં આ આકંડો 86 પર પહોંચશે.
ADVERTISEMENT
પશ્ચિમ રેલવેના લોકલ ટ્રેન સ્ટેશનોની કુલ સંખ્યા 37 છે. મધ્ય અને પશ્ચિમ રેલવેની સંખ્યા મળીને મુંબઈમાં લોકલ ટ્રેન સ્ટેશનોની કુલ સંખ્યા હવે 123 થઈ જશે.
ઉરન માર્ગની વાત કરીએ તો લોકલ ટ્રેનોનું અંતિમ પરીક્ષણ અને રેલવે સુરક્ષા આયુક્ત નિરીક્ષણ તબક્કામાં ચાલી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સીઆરએસ દ્વારા અંતિમ નિરીક્ષણ 11 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું અને લાઈને જલદી જ લોકો માટે ખોલવામાં આવી શકે છે.
આ પણ વાંચો: રેલવે ૧૨ દિવસથી એસી લોકલનો એક દરવાજો રિપેર નથી કરી શકતી
આ રેલવે પરિયોજના મહારાષ્ટ્ર સરકારના શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ સાથે સંયુક્ત ધોરણે શરૂ કરવામાં આવી રહી છે.
નવી લાઈનને વર્તમાનમાં રહેલી હાર્બર લાઈન સાથે બે સ્ટેશન સાથે જોડવામાં આવશે. એક હાથ નેરુલ અને બીજું બેલાપુર. આ બંને આર્મ્સ નેરુલ અને બેલાપુરના જંક્શન પ્વાઈન્ટ પર મળશે અને સીધો ડબલ ટ્રેક ઉરન સ્ટેશન સુધી જશે.
27 કિલોમીટર લાંબી 12.4 કિલોમીટર દોહરે કેરિજવે બેલાપુર/નેરુલ ઉરનનો પહેલો તબક્કો ખારકોપર સુધી પૂર્ણ થઈ ગયો છે. ખારકોપરથી ઉરન સુધીની 14.60 કિમીના પાંચ સ્ટેશનોને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કુલ પરિયોજનાનો ખર્ચ લગભગ 2900 કરોડ રૂપિયા છે. દીઘા સ્ટેશન નવી મુંબઈ ટ્રાંસ-હાર્બર લાઈન અને મેન લાઈનને જોડવા માટે એરોલી અને કલવા વચ્ચે નિયોજીત એલિવેટેડ કૉરિડોરનો એક હિસ્સો છે.