ગુરુવારે અડધી રાતે ખારકોપર અને ઉરન વચ્ચે એક લોકલ ટ્રેન (Local Train)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગત કેટલાક વર્ષોથી ઉરનથી નવી મુંબઈની યાત્રા એસટી, એનએમએમટી, ખાનગી વાહનો દ્વારા કરવી પડે છે.જેમાં હવે તેમને રાહત મળી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા 25 વર્ષથી ઈંતેજાર કરી રહેલી ઉરન લોકલ (Uran Local)ટૂંક સમયમાં જ શરૂ થશે એવા સંકેત મળ્યા છે. ગુરુવારે અડધી રાતે ખારકોપર અને ઉરન વચ્ચે એક લોકલ ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે બપોરે 2 વાગે અને શુક્રવારે બપોરે 1 વાગે એક ટેસ્ટ ટ્રેન ઉરન સ્ટેશન પર પહોંચી હતી.
ખારકોપર અને ઉરન વચ્ચે સિગ્નલ પ્રણાલીનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું અને એક નિરીક્ષણ કાર અને બાલક રેગુલેટિંગ મશીનનો પણ ઉરન સ્ટેશન પર પ્રવેશ થયો. ઉરન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મોની સફાઈ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
મુંબઈ (Mumbai Local)થી એક કલાકના અંતર પર આવેલા ઉરનને બે દશકોથી રાહ હતી કે લોકલ ટ્રેનની સેવા શરૂ થાય. નવી મુંબઈના વિકાસ બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે લોકલ ટ્રેનની સેવાનો લાભ ઉરનના યાત્રીઓને પણ મળશે. જોકે, વન વિભાગની મૈંગ્રોવ સમસ્યાને કારણે આ વિસ્તારમાં ટ્રેન સેવા ઠપ્પ રહી હતી.
આ પણ વાંચો: Indigo ફ્લાઈટમાં યાત્રીની તબિયત લથડી, સ્થિતિ સંભાળવા પાયલટે કર્યુ આવું
ગત કેટલાક વર્ષોથી ઉરનથી નવી મુંબઈની યાત્રા એસટી, એનએમએમટી, ખાનગી વાહનો દ્વારા કરવી પડે છે. હવે ઉરન અને દ્રોણાગિરી રેલવે સ્ટેશનની કામગીરીને ઝડપા વેગ આપવામાં આવી રહ્યો છે. માર્ચના અંત સુધીમાં આ સેવા શરૂ થવાની સંભાવના છે.