Mumbai Ganeshotsav: દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુસર મુંબઈના ગણેશોત્સવ મંડળોને આગામી ૧૭ સપ્ટેમ્બરે એક વિશેષ મહાઆરતીનું આયોજન કરવાની અપીલ આ સમિતિએ કરી છે.
ગણેશમૂર્તિ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
મુંબઈમાં ગણેશોત્સવ (Mumbai Ganeshotsav)ની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. પંડાલોમાં તો બાપ્પાની મૂર્તિઓ પણ પધરાવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આ તહેવારને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુસર મુંબઈના ગણેશોત્સવ મંડળોને આગામી ૧૭ સપ્ટેમ્બરે એક વિશેષ મહાઆરતીનું આયોજન કરવાની અપીલ આ સમિતિએ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ૭૬મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ પ્રસંગે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે સમિતિના સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહિબાવકરે મુંબઈના આશરે ૧૨,૦૦૦ જેટલા ગણેશ મંડળોમાં (Mumbai Ganeshotsav) ગણપતિ બાપ્પાની વિશેષ મહાઆરતી કરવા અપીલ કરી છે. ૧૭મી તારીખે જ્યારે રાજ્યભરમાં ગણેશોત્સવનો માહોલ છવાયેલો હશે તે સમયે ગણેશમંડળોને કહેવાયું છે કે મહાઆરતીના ફોટોઝ અને વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા. આ અનોખી રીતે વડા પ્રધાનને બર્થડે વિશ કરવા માટે અપીલ કરાઇ છે. એતલઉ જ નહીં, આ આયોજનમાં ભાગ લેનાર ગણેશમંડળો માટે ખાસ ઇનામોની પણ જાહેરાત કરાઇ છે. આ પ્રસંગે જે ગણેશમંડળની મહાઆરતી સૌથી બેસ્ટ હશે તેઓને સમિતિ દ્વારા ઈનામ આપીને નવાજવામાં આવશે. મંડળોની સાથે જે ઘરમાં ગણપતિબાપ્પા આવ્યા છે તેઓ પરિવાર પણ ભાગ લઈ શકે છે.
ADVERTISEMENT
ઇનામો પણ જોરદાર
સાર્વજનિક ગણેશોત્સવ મંડળો માટે ઇનામો:
પ્રથમ પુરસ્કાર: ₹૫૧,૦૦૦
દ્વિતીય પુરસ્કાર: ₹૩૧,૦૦૦
તૃતીય પુરસ્કાર: ₹૨૧,૦૦૦
ઘરે આવેલ બાપ્પા માટે (વિધાનસભા ક્ષેત્ર મુજબ):
પ્રથમ પુરસ્કાર: ₹૫,૦૦૦
દ્વિતીય પુરસ્કાર: ₹૩,૦૦૦
તૃતીય પુરસ્કાર: ₹૨,૦૦૦
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ કહ્યું બાપ્પાનો પાડ માનીએ આ રીતે
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ (Mumbai Ganeshotsav) સમન્વય સમિતિ આ મામલે જણાવે છે કે છેલ્લાં ૧૨ વર્ષમાં વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે તે ઉપરાંત દેશના સેંકડો તીર્થક્ષેત્રોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલાર અને પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાના પ્રયાસોથી રાજ્ય સરકારે ગણેશોત્સવને `રાજ્ય મહોત્સવ`નો દરજ્જો આપ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગણેશમંડળો દ્વારા દેશને સક્ષમ નેતૃત્વ પૂરું પાડવા બદલ ગણપતિ બાપ્પાનો વિશેષ મહાઆરતી દ્વારા પાડ માનવામાં આવે.
ગણેશોત્સવ તો મુંબઈનો જ
તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી (Mumbai Ganeshotsav) આવે એટલે આખું મુંબઈ શહેર આનંદ ને ઉલ્લાસથી ભરાઈ જાય છે. દેશ-વિદેશથી પણ મુંબઈના ગણેશપંડાલ જોવા માટે લોકો આવતા હોય છે. મુંબઈમાં આશરે ૧૨૦૦૦થી વધુ સાર્વજનિક પંડાલો રજિસ્ટર્ડ છે, અને તે દરેકમાં કંઇક ને કંઇક ખાસ હોય છે!
