Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફાઇવ સ્ટાર હોટલમાં ડ્રગ્સ સાથે જન્મદિવસ ઉજવતી હતી આ અભિનેત્રી,પોલીસે કરી ધરપકડ

ફાઇવ સ્ટાર હોટલમાં ડ્રગ્સ સાથે જન્મદિવસ ઉજવતી હતી આ અભિનેત્રી,પોલીસે કરી ધરપકડ

15 June, 2021 01:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક ફાઇવ સ્ટાર હોટલમાં બૉલિવૂડ અભિનેત્રી નેહલ શાહ પોતાનો જન્મદિવસ ઉજવતી હતી. પોલીસે રવિવાર-સોમવાર દરમિયાનની રાતે હોટલમાં છાપેમારી કરી આ મામલે ખુલાસો કર્યો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઇમાં એક બૉલિવૂડ અભિનેત્રીને પોતાના જન્મદિવસ પર ડ્રગ્સ સાથે પાર્ટી કરવું મોંઘું પડ્યું. પાર્ટી જ્યારે પોતાના શબાબ પર હતી, ત્યારે પોલીસને કોઇને છુપાઇને સમાચાર આપી દીધા. જેના આધારે પોલીસની ટીમે મોડી રાતે હોટલમાં છાપેમારી કરી અને અભિનેત્રીને તેના મિત્ર સાથે ધરપકડ કરી દીધી. અભિનેત્રીની ઓળખ નાઇરા નેહલ શાહ તરીકે થઈ છે.

કેસ મુંબઇના સાંતાક્રુઝ પોલીસ થાણે વિસ્તારનો છે. જ્યાં એક ફાઇવ સ્ટાર હોટલમાં બૉલિવૂડ અભિનેત્રી નેહલ શાહ પોતાનો જન્મદિવસ ઉજવતી હતી. પોલીસે રવિવાર-સોમવાર દરમિયાનની રાતે હોટલમાં છાપેમારી કરી આ મામલે ખુલાસો કર્યો.



એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રવિવારે રાતે લગભગ 3 વાગ્યે એક ફાઇવ સ્ટાર હોટેલમાં રેઇડ પાડવામાં આવી. ત્યાં બૉલિવૂડમાં નાના રોલ કરનારી અભિનેત્રી અને તેના સાથીને ડ્રગ્સનું સેવન કરતા તેની ધરપકડ કરવામાં આવી. સાંતાક્રુઝ પોલીસે આ સંબંધે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાંતાક્રુઝ પોલીસના વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ્વર ગનોરેને ગુપ્ત સૂચના મળી હતી કે એક બૉલિવૂડ અભિનેત્રી ફાઇવ સ્ટાર હોટેલમાં પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહી છે. જેમાં ડ્રગ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK