Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૮ માર્ચની ઘટનામાંથી કંઈક શીખ્યો હોત તો શનય ગજ્જર?

૨૮ માર્ચની ઘટનામાંથી કંઈક શીખ્યો હોત તો શનય ગજ્જર?

Published : 22 September, 2026 07:32 AM | Modified : 22 September, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રીચ કૅન્ડી પર રૅશ ડ્રાઇવિંગ કરવા બદલ ગામદેવી પોલીસ-સ્ટેશનમાં તેની સામે FIR નોંધાયો હતોઃ એ વખતે તે એ જ કાર ચલાવી રહ્યો હતો જે રવિવારે સવારે કોસ્ટલ રોડ પરથી ખાબકીને નીચે પડી

૨૮ માર્ચની ઘટના વખતે શનય ગજ્જર અને તેની કાર.

૨૮ માર્ચની ઘટના વખતે શનય ગજ્જર અને તેની કાર.


રવિવારે સવારે કોસ્ટલ રોડ પર પૂરપાટ કાર ચલાવીને પોતાના સહિત ૩ મિત્રોનો જીવ લેનાર શનય ગજ્જર સામે આ પહેલાં ગામદેવી પોલીસ-સ્ટેશનમાં માર્ચ મહિનામાં બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાનો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયો હતો. એ ઘટના ૨૮ માર્ચે બની હતી. એ કેસમાં ફરિયાદી ઓમકાર શિર્કેએ કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડ પર જે કારનો ઍક્સિડન્ટ થયો અને ૩ લોકોનાં મોત થયાં એ જ કાર અને એના ડ્રાઇવર સામે મેં ૨૮ માર્ચે ફરિયાદ નોંધાવી હતી. એ દિવસે પણ આ જ કારના ડ્રાઇવરે બહુ રૅશ ડ્રાઇવિંગ કર્યું હતું. તેણે બ્રીચ કૅન્ડી પર અમને કટ મારીને જોરદાર સ્પીડમાં કાર આગળ ભગાવી મૂકી હતી. એ પછી મેં તેનો પીછો કરીને મહાલક્ષ્મી મંદિર પાસે તેને પકડી પાડ્યો હતો અને રોકીને પૂછ્યું હતું. તેણે અમારા માટે જોખમી સાબિત થઈ શકે એ રીતનું બેજવાબદારીભર્યું ડ્રાઇવિંગ કર્યું હતું. એ લોકોએ (કારમાં ટ્રાવેલ કરનારાઓએ) અમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. એ વખતે પણ કાર આ જ યુવાન (શનય) ચલાવી રહ્યો હતો. એથી આખરે મેં ગામદેવી પોલીસ-સ્ટેશનમાં તેની સામે ફરિયાદ કરી હતી.’




અમદાવાદમાં નવરંગપુરામાં સ્વસ્તિક સોસાયટીમાં આવેલો શનય ગજ્જરના પરિવારનો બંગલો, જ્યાં સ્વજનો સાંત્વન આપવા પહોંચ્યા હતા. તસવીરો: મયૂર ભટ્ટ

એ ઘટનાનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે જેમાં DD 01 C 6302 નંબરની એ જ કાર દેખાઈ રહી છે જે રવિવારે કોસ્ટલ રોડ પરથી ઊછળીને નીચે પડી હતી. વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે શનય સાથે અન્ય લોકો કેમ કાર આટલી ફાસ્ટ ચલાવે છે એવી ફરિયાદ કરતા અને જીભાજોડી કરતા જણાય છે. શનય પણ તેમની સાથે દલીલ કરતો જણાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK