Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જો તમે કાર ભાડે આપવાનું વિચારતા હો તો સાવધ રહેજો

જો તમે કાર ભાડે આપવાનું વિચારતા હો તો સાવધ રહેજો

26 March, 2021 09:35 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

તગડું ભાડું આપવાની ઑફર કરીને કાર લીધા પછી એને વેચી નાખતા બે આરોપીની પનવેલ પોલીસે કરી ધરપકડ : ત્રીજા મુખ્ય આરોપીએ કરી આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લૉકડાઉન દરમિયાન લોકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવીને પનવેલમાં ગૅરેજ ચલાવતા એક યુવકે તેમને કાર ભાડા પર આપી મોટું ભાડું આપવાની ઑફર કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી. એ જ કારને પછી પુણે અને નાંદેડ જેવા જિલ્લાઓમાં વેચી નાખતા બે આરોપીની પનવેલ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ત્રીજા આરોપીએ પોલીસની કાર્યવાહીથી બચવા માટે ચાર દિવસ પહેલાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ૧૦ કરતાં વધુ કાર જપ્ત કરવામાં આવી છે.

ફેબ્રુઆરીમાં આવેલી ફરિયાદમાં એક યુવક પાસે અર્ટિગા કાર હતી અને તેને પૈસાની જરૂર હતી એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘એ દરમિયાન તેની ઓળખાણ આરોપી રાજ ગવડા સાથે થઈ હતી. રાજે તેને કારને એક મહિના માટે ભાડે ફેરવવાના ૧૮,૦૦૦ રૂપિયા આપવાનું કહ્યું હતું. ફરિયાદી એ માટે તૈયાર થઈ ગયો હતો. બે મહિના ભાડું આપ્યા બાદ આરોપીએ યોગ્ય જવાબ ન આપતાં પનવેલ ગ્રામીણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’



પનવેલ ગ્રામીણ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર દોડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની તપાસ ચાલુ કરતાં અમને તેમના નંબર બંધ હોવાનું જાણવા મળ્યું હતું. એ દરમિયાન મુખ્ય આરોપી રાજને ખબર પડી હતી કે અમે તેને શોધી રહ્યા છીએ. એટલે વાશીના ઘરમાં તેણે આત્મહત્યા કરી હતી. અમે સૂરજ પાટીલ અને જગદીશ ચૌધરીની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૧૦ કાર જપ્ત કરી છે અને આવતા દિવસોમાં વધુ ૨૦ કાર અમે જપ્ત કરવાના છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2021 09:35 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK