મહાડના MIDC વિસ્તારમાં આવેલી આ ફૅક્ટરીમાંથી ૮૮.૯૨ કરોડ રૂપિયાનું કેટામાઇન ભરેલું કન્સાઇનમેન્ટ પોલીસે જપ્ત કર્યું હતું તેમ જ પ્રોડક્શન સાથે સંકળાયેલા ૪ આરોપીઓની ધરપકડ કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં એક ફૅક્ટરીમાંથી કેટામાઇન પકડાયું હતું જેની કિંમત ૮૮.૯૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. કેટામાઇનના પ્રોડક્શનમાં સંડોવાયેલા ૪ લોકોની પોલીસે ધરપકડ કરી છે. ભ્રામકતા ઊભી કરે એવા કેટામાઇન ડ્રગનો ઉપયોગ ઍનેસ્થેટિક દવાઓમાં પણ થાય છે. આ સિવાય યુવાનો નશો કરવા માટે આ ડ્રગનો ઉપયોગ કરતા હોય છે. મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC) અને રાયગડ પોલીસની વિવિધ ટીમ દ્વારા આ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાડના MIDC વિસ્તારમાં આવેલી આ ફૅક્ટરીમાંથી ૮૮.૯૨ કરોડ રૂપિયાનું કેટામાઇન ભરેલું કન્સાઇનમેન્ટ પોલીસે જપ્ત કર્યું હતું તેમ જ પ્રોડક્શન સાથે સંકળાયેલા ૪ આરોપીઓની ધરપકડ કરીને નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


