Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસનો પંજો બદલો, નહીંતર એને મહારાષ્ટ્ર પોલીસના સિમ્બૉલમાંથી કાઢો

કૉન્ગ્રેસનો પંજો બદલો, નહીંતર એને મહારાષ્ટ્ર પોલીસના સિમ્બૉલમાંથી કાઢો

30 April, 2024 08:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

MNSની ઇલેક્શન કમિશનમાં ફરિયાદ

કૉન્ગ્રેસના ચૂંટણીચિહ્‍ન અને મહારાષ્ટ્ર પોલીસનું સિમ્બૉલ

કૉન્ગ્રેસના ચૂંટણીચિહ્‍ન અને મહારાષ્ટ્ર પોલીસનું સિમ્બૉલ


કૉન્ગ્રેસના ચૂંટણીચિહ્‍ન પંજા વિશે નવો વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ અશોક તાવરેએ ઇલેક્શન-કમિશનમાં ફરિયાદ કરી છે જેમાં માગણી કરવામાં આવી છે કે ‘કાં કૉન્ગ્રેસનું ચૂંટણીચિહ્‍ન બદલો અથવા મહારાષ્ટ્ર પોલીસના સિમ્બૉલમાંથી પંજાને દૂર કરો. ચૂંટણી વખતે દરેક મતદાન-કેન્દ્રમાં પોલીસ તહેનાત કરવામાં આવે છે. યુનિફૉર્મ પર પોલીસનો સિમ્બૉલ હોય છે એમાં પંજો દેખાય છે એટલે એક રીતે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થાય છે. આથી આ ફેરફાર કરવો જરૂરી છે.’ 
હવે ઇલેક્શન કમિશન MNSના નેતાને શું જવાબ આપે છે એના પર બધાની નજર છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK