સરકારના આદેશ મુજબ દુકાનનું બોર્ડ મરાઠીમાં હોવું ફરજિયાત ગણાવીને તાત્કાલિક બોર્ડ બદલવાનું દબાણ કરવામાં આવ્યું હતું
દુકાનના માલિકે ૭ દિવસમાં બોર્ડ મરાઠીમાં લગાડવાની ખાતરી MNSને આપી હતી.
કાંદિવલીના મહાવીરનગરમાં આવેલી ‘દેશી નાસ્તો અને ચા’ નામની દુકાનનું બોર્ડ ગુજરાતીમાં હોવાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. મંગળવારે રાતે સરકારના આદેશ મુજબ દુકાનનું બોર્ડ મરાઠીમાં હોવું ફરજિયાત ગણાવીને તાત્કાલિક બોર્ડ બદલવાનું દબાણ કરવામાં આવ્યું હતું. દુકાનના માલિકે ૭ દિવસમાં બોર્ડ મરાઠીમાં લગાડવાની ખાતરી MNSને આપી હતી.
