Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવા બે મેટ્રો રૂટ પર પ્રવાસ કરીને મુસાફરો ખુશ

નવા બે મેટ્રો રૂટ પર પ્રવાસ કરીને મુસાફરો ખુશ

Published : 09 April, 2026 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા રોડનો ગિરીશ બાવસકર ડિજિટલ ટિકિટ કઢાવીને મેટ્રો 9નો પ્રથમ મુસાફર બન્યો

મેટ્રો 9નો પહેલો ખુશખુશાલ પ્રવાસી ગિરીશ બાવસકર.

મેટ્રો 9નો પહેલો ખુશખુશાલ પ્રવાસી ગિરીશ બાવસકર.


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મંગળવારે ઉદ્ઘાટન બાદ બુધવારે વહેલી સવારથી મેટ્રો 9 પબ્લિક માટે શરૂ કરાઈ હતી.

દ​હિસર-ઈસ્ટથી કાશીગાવ વચ્ચે શરૂ થયેલી નવી મેટ્રોમાં મુસાફરી કરવા કાશીગાવ સ્ટેશન પર ગઈ કાલે સવારે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મીરા રોડના રહેવાસી ગિરીશ બાવસકર આ નવી લાઇન પર મુસાફરી કરનાર પ્રથમ પૅસેન્જર બન્યા હતા. સ્માર્ટફોન પર ડિજિટલ ટિકિટ લઈને મુસાફરી શરૂ કરનાર ગિરીશ બાવસકરે હર્ષ સાથે જણાવ્યું હતું કે ‘દહિસર-મીરા ભાઈંદરના લાખો રહેવાસીઓ માટે છેલ્લાં ૧૦ વર્ષનો લાંબો ઇન્તેજાર આખરે ખતમ થયો છે. આ મેટ્રો માત્ર એક ટ્રાન્સપોર્ટનું સાધન નથી, પરંતુ એક સપનું સાકાર થયું છે.’



મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ને જોડતી આ પહેલી મેટ્રો 9ને રેડ રેવલ્યુશન ગણાવતાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મુસાફરોના અનુભવો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. ૨૦૩૧ સુધીમાં આ લાઇન પર રોજ ૧૧ લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે એવો અંદાજ છે. આ ઉપરાંત મંડાલેથી ડાયમન્ડ ગાર્ડન વચ્ચે ગઈ કાલથી શરૂ થયેલી મેટ્રો 2Bમાં બેસીને એક મુસાફરે સૂર્યોદયનો ફોટો શૅર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK