Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બહેનપણીના ઘરે નાઇટ-આઉટ કરવા અને વેબ-સિરીઝ જોવા ઘરે કોઈને કહ્યા વગર જતી રહી ૧૨ વર્ષની છોકરી

બહેનપણીના ઘરે નાઇટ-આઉટ કરવા અને વેબ-સિરીઝ જોવા ઘરે કોઈને કહ્યા વગર જતી રહી ૧૨ વર્ષની છોકરી

Published : 06 September, 2026 09:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે રાત્રે ૯ વાગ્યે નીકળેલી દીકરી ૧૧ વાગ્યા સુધી પાછી ન આવી એટલે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી, જોકે શુક્રવારે સાંજે પોતે જ પાછી આવી

AI ઇમેજ

AI ઇમેજ


બોરીવલી-વેસ્ટમાં રહેતી ૧૨ વર્ષની કિશોરી ગુરુવારે રાત્રે ઘરેથી કોઈને પણ કહ્યા વિના અચાનક ગુમ થઈ જતાં પરિવારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ (MHB) પોલીસે અપહરણની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. દરમ્યાન, ગુરુવારે રાત્રે નીકળેલી કિશોરી શુક્રવારે સાંજે પોતે જ ઘરે હેમખેમ પાછી ફરી હતી. પૂછપરછ દરમ્યાન કિશોરીએ માહિતી આપી હતી કે તે પોતાની ફ્રેન્ડના ઘરે નાઇટ-આઉટ કરવા અને વેબ-સિરીઝ જોવા ઘરેથી નીકળી ગઈ હતી. 
MHB પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાત્રે ૯ વાગ્યે પરિવાર સાથે ભોજન લીધા બાદ કિશોરી ઘરની બહાર નીકળી ગઈ હતી. રાત્રે ૧૧ વાગ્યા સુધી તે પાછી ન આવતાં ગભરાયેલા પરિવારે આસપાસના વિસ્તારમાં, સગાંસંબંધીઓને ત્યાં અને તેની બહેનપણીઓના ઘરે તપાસ શરૂ કરી હતી. તમામ જગ્યાએ શોધખોળ કરવા છતાં કિશોરીનો કોઈ પત્તો ન મળતાં તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા સાથે પરિવારજનોએ તાત્કાલિક અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. કિશોરી સગીર વયની હોવાથી અને તેની પાસે મોબાઇલ ફોન પણ ન હોવાથી તેને શોધવી અમારા માટે મોટો પડકાર બની રહ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક વિવિધ ટીમો બનાવીને જબરદસ્ત તપાસ શરૂ કરી હતી. બીજી તરફ માસૂમ બાળકીને સહીસલામત શોધી કાઢવા માટે તેના પરિવારના સભ્યો પણ આખી રાત બોરીવલીના વિવિધ વિસ્તારોમાં ભટકતા રહ્યા હતા. છોકરી તાજેતરમાં જ અછબડાની બીમારીમાંથી મુક્ત થઈ હોવાથી તેના સ્વાસ્થ્યને લઈને પણ પરિવાર અત્યંત ચિંતિત હતો. અમારી તપાસ અને પરિવારની ભારે દોડધામ વચ્ચે શુક્રવારે સાંજે આ મામલે રાહતજનક વળાંક આવ્યો હતો જ્યારે કિશોરી પોતે જ પોતાના ઘરે સહીસલામત પાછી ફરી હતી. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે કિશોરી પોતાની બહેનપણી સાથે નાઇટ-આઉટ કરવા અને વેબ-સિરીઝ જોવા માટે ઘરમાં કોઈને પણ જણાવ્યા વગર જતી રહી હતી. કિશોરી જે ફ્રેન્ડના ઘરે રોકાઈ હતી તેની પણ વિગતવાર તપાસ ચાલુ છે. તેનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK