સોશ્યલ મીડિયામાં વિડિયો અપલોડ કરીને સકલ હિન્દુ સમાજ-મલાડ દ્વારા લખવામાં આવ્યું છે કે ‘આ વિડિયો મીરા-ભાઈંદરના ઉત્તનનો છે જ્યાં હિન્દુઓ અલ્પ સંખ્યામાં છે
મને બૉસ કહે છે એવી ડંફાસ મારતો બાઇકસવાર
સોશ્યલ મીડિયા પર એક વિડિયો ફરી રહ્યો છે જેમાં પોલીસની સામે જ એક બાઇકસવાર અન્ય વ્યક્તિને ગાળાગાળી કરતો દેખાય છે. એટલું જ નહીં, તે જ્યારે ગાળાગાળી કરી રહ્યો છે ત્યારે તેની બાજુમાં જ પોલીસની એક વૅન પણ ઊભી છે અને એક પોલીસ-કર્મચારી પણ ઊભો છે અને તે હસતો-હસતો ત્યાંથી નીકળી જાય છે. છડેચોક તે લોકોને ધમકાવતો નજરે પડે છે.
સકલ હિન્દુ સમાજ તરફથી સોશ્યલ મીડિયા પર વાઇરલ કરાયેલા આ વિડિયોમાં વિડિયો ઉતારનારનું કહેવું છે કે ‘અહીં ગેરકાયદે કામ થઈ રહ્યું હતું એટલે પોલીસે રેઇડ કરી હતી અને એ પછી આ વ્યક્તિ લોકોને ધમકાવી રહી છે. બાઇકસવાર જે પોતાને અબ્રારભાઈ અને બૉસ તરીકે ઓળખાવે છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ગાળો ભાંડે છે. પછી તે ધમકાવે છે અને ગંદી હરકત પણ કરે છે અને ગાળો પણ ભાંડે છે.’
એ પછી વિડિયોમાં જોઈ શકાય છે કે પોલીસની વૅન અને પોલીસ-કર્મચારીની સામે જ તે હસતાં-હસતાં ત્યાંથી દૂર ચાલ્યો જાય છે. વિડિયો પાડનાર કહે છે કે તે માણસ ધમકાવે છે, ગંદી-ગંદી ગાળો બોલી છે અને પોલીસ સામે હોવા છતાં કોઈ કાર્યવાહી કરતી નથી.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયામાં વિડિયો અપલોડ કરીને સકલ હિન્દુ સમાજ-મલાડ દ્વારા લખવામાં આવ્યું છે કે ‘આ વિડિયો મીરા-ભાઈંદરના ઉત્તનનો છે જ્યાં હિન્દુઓ અલ્પ સંખ્યામાં છે. ત્યાં તેમની વસ્તી ૭ ટકા જ છે.’
