Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો 10 અન્ડરગ્રાઉન્ડ નહીં, હવે ગાયમુખ ઘાટથી ફાઉન્ટન હોટેલ સુધી રોડને પૅરૅલલ જ દોડશે

મેટ્રો 10 અન્ડરગ્રાઉન્ડ નહીં, હવે ગાયમુખ ઘાટથી ફાઉન્ટન હોટેલ સુધી રોડને પૅરૅલલ જ દોડશે

Published : 28 July, 2026 08:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસ્તા પહોળા કરવા વનવિભાગ અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરીની રાહ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)એ ગાયમુખથી ઘોડબંદર રોડ પર ફાઉન્ટન હોટેલ સુધી ૬૦ મીટર સુધી હાઇવે પહોળો કરવાની યોજના રજૂ કરી છે. ગાયમુખ અને ભાઈંદરપાડા ગામથી કાશીમીરા નાકા સુધીની મેટ્રો 10 પણ આ રૂટ પર પ્રસ્તાવિત છે. મેટ્રો 10 અગાઉ અન્ડરગ્રાઉન્ડ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ એ યોજના હવે રદ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એ ગાયમુખ ઘાટની સમાંતર અને પ્રસ્તાવિત પહોળા રસ્તા પર દોડશે. આ માટે વનવિભાગ અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (CRZ)ની મંજૂરીઓ માગવામાં આવી રહી છે. 
હાઇવે પર અકસ્માતોની સંખ્યાને કારણે એ પહોળા કરવાનું જરૂરી છે, પરંતુ એ માટે કેટલાં વૃક્ષો કાપવાં પડી શકે છે એ હજી સુધી જાણી શકાયું નથી.

એક સિનિયર ફૉરેસ્ટ-ઑફિસરના જણાવવા મુજબ ઘોડબંદર રોડ પણ વાસ્તવમાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન હતી અને રાજ્ય સરકારે એને બે લેનનો રોડ બનાવવા માટે હસ્તગત કરી હતી. પાછળથી એક મોટો વિસ્તાર ૮ લેન હાઇવે અને ૪ સર્વિસ લેન સુધી પહોળો કર્યો. જોકે તેઓ ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધીનો વિસ્તાર પૂરો કરી શક્યા નહીં, કારણ કે વનવિભાગે જમીન આપવાનો ઇનકાર કર્યો હતો. એને કારણે આ પટ્ટા પર હજી રોડ પહોળો કરવાની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK