ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)એ મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં તપાસ કરીને કુલ ૩.૫૮ કરોડ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)એ મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં તપાસ કરીને કુલ ૩.૫૮ કરોડ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું છે. એમાંથી બોરીવલીના નૅશનલ પાર્ક નજીકથી ૨.૫૯ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૨૯૭ કિલો ડ્રગ પકડાયું હતું. ANCના કાંદિવલી યુનિટે આ કેસમાં બાવીસ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. છેલ્લાં બે સપ્તાહથી ચાલતા ACNના અભિયાન દરમ્યાન આઝાદ મેદાન યુનિટે શનિવારે મલાડની ન્યુ મ્યુનિસિપલ માર્કેટમાંથી ૩૬.૮૦ લાખ કિંમતનું ૧૮૪ ગ્રામ ડ્રગ પકડ્યું હતું. સાયનમાંથી ૨૫૧ ગ્રામ સિન્થેટિક ડ્રગ પકડાયું હતું જેની કિંમત ૬૨.૭૫ લાખ રૂપિયા છે.


