બન્ને પ્રવાસીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શનિવારે અને રવિવારે એમ બે અલગ-અલગ ઘટનાઓમાં કસ્ટમ્સ ઑફિસરોએ પૅસેન્જર્સ પાસેથી કુલ મળીને ૧૩.૮૩ કિલો જમીન વગર પાણીમાં ઉગાડેલો ગાંજો પકડી પાડ્યો હતો. બન્ને કેસમાં પ્રવાસીઓએ તેમની ટ્રૉલી બૅગમાં એ ગાંજો છુપાવ્યો હતો. પહેલા કેસમાં શનિવારે બૅન્ગકૉકથી આવેલા પ્રવાસી પાસેથી બે કિલો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે સોમવારે પણ બૅન્ગકૉકથી આવેલા પ્રવાસી પાસેથી ૧૧.૮૩૪ કિલો ગાંજો મળી આવ્યો હતો. આમ બન્ને પાસેથી કુલ મળીને ૧૩.૮૩ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમત ૧૩.૮૩ કરોડ રૂપિયા થાય છે. બન્ને પ્રવાસીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.


