બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસમાં ગયા મહિને જ ટેસ્લાનો શોરૂમ ખૂલ્યો છે. આ શોરૂમમાંથી દેશની પહેલી મોંઘેરી ઇલેક્ટ્રિક ટેસ્લા કારની ડિલિવરી લેતી વખતે પ્રતાપ સરનાઈકે કહ્યું હતું
દેશની પ્રથમ ટેસ્લા કારની ડિલિવરી લેતા પ્રતાપ સરનાઈક.
ગણેશોત્સવના શુભ દિવસોમાં ટેસ્લાના મૉડલ Yની પહેલી ડિલિવરી મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે લીધી હતી. બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસમાં ગયા મહિને જ ટેસ્લાનો શોરૂમ ખૂલ્યો છે. આ શોરૂમમાંથી દેશની પહેલી મોંઘેરી ઇલેક્ટ્રિક ટેસ્લા કારની ડિલિવરી લેતી વખતે પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે આ કાર હું મારા પૌત્રને ગિફ્ટ કરીશ જેથી સસ્ટેનેબલ અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન જેવા મહત્ત્વના મુદ્દે આવનારી જનરેશનને જાગૃત કરી શકાય. અમેરિકન બનાવટની ટેસ્લા Y મૉડલ ઇલેક્ટ્રિક કારની કિંમત ૬૦ લાખથી ૬૮ લાખ રૂપિયા છે.


