Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ વર્ષે રાજ્યનો આર્થિક વિકાસ ૭.૯ ટકાના દરે થવાની સંભાવના, દેશના ૭.૪ ટકાના વિકાસદર કરતાંય વધારે

આ વર્ષે રાજ્યનો આર્થિક વિકાસ ૭.૯ ટકાના દરે થવાની સંભાવના, દેશના ૭.૪ ટકાના વિકાસદર કરતાંય વધારે

Published : 06 March, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે બજેટ રજૂ થાય એ પહેલાં પેશ કરવામાં આવ્યો ઇકૉનૉમિક સર્વે

વિધાનભવન

વિધાનભવન


રાજ્યના ઇકૉનૉમિક સર્વેને ગઈ કાલે વિધાનસભાના બજેટસત્રમાં રાજ્યકક્ષાના ફાઇનૅન્સ મિનિસ્ટર આશિષ જાયસવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એમાં ૨૦૨૫-’૨૬ના નાણાકીય વર્ષમાં રાજ્યનો આર્થિક વિકાસ ૭.૯ ટકાના દરે થાય એવી સંભાવના દર્શાવવામાં આવી હતી જે દેશના આર્થિક વિકાસના દર ૭.૪ ટકા કરતાં વધુ છે. આ સર્વે રાજ્યની આર્થિક કામગીરી અને આવતા વર્ષ માટે શું તૈયારી કરવી એનો અંદાજ આપે છે.

મહારાષ્ટ્ર દેશની આવકના મુખ્ય સ્રોતમાંનું એક રહ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ડોમેસ્ટિક સ્તરે પણ અનેક પડકારો હોવા છતાં દર્શાવાયેલો આર્થિક વિ​કાસદર સ્થિર આર્થિક ગતિ સૂચવે છે.



૨૦૨૫-’૨૬ માટે GSDP ૫૧,૦૦,૫૯૭ કરોડ રહેવાનો અંદાજ


સર્વે અનુસાર ૨૦૨૫-’૨૬ માટે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) ૫૧,૦૦,૫૯૭ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. સર્વેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની આવક ૨૦૨૫-’૨૬ માટે ૫,૬૦,૯૬૪ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. બજેટના અંદાજમાં ૨૦૨૫-’૨૬માં ટૅક્સની આવક ૪,૭૭,૪૦૦ કરોડ રૂપિયાની થશે, જ્યારે ૩૩,૫૦૨ કરોડ રૂપિયાની આવક ટૅક્સ સિવાયની હશે.
રાજ્યએ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ઑલરેડી ૩,૭૧,૫૭૫ કરોડ રૂપિયાની આવક રળી લીધી છે, જે આ વર્ષની કુલ આવકના ૬૬.૨ ટકા છે. ગયા વર્ષે બજેટના અંદાજપત્રમાં ૨૦૨૫-’૨૬ની અંદાજિત આવક ૫,૬૦,૯૬૩ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી. ચીફ મિનિસ્ટર અને હાલ નાણાપ્રધાનનો પણ હોદ્દો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. મહાયુતિ સરકારનું આ બીજું બજેટ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK