Punjab Rail Blast Case: પંજાબના પટિયાલા જિલ્લાના રાજપુરા વિસ્તારમાં અંબાલા-અમૃતસર રેલ ફ્રેઇટ કોરિડોર પર તાજેતરમાં થયેલા વિસ્ફોટમાં પંજાબ પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે.
પંજાબ રેલ બ્લાસ્ટ
પંજાબના પટિયાલા જિલ્લાના રાજપુરા વિસ્તારમાં અંબાલા-અમૃતસર રેલ ફ્રેઇટ કોરિડોર પર તાજેતરમાં થયેલા વિસ્ફોટમાં પંજાબ પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસના દાવા મુજબ, આ હુમલો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલ દ્વારા કરવામાં આવ્યો હતો.
વિસ્ફોટ બાદ પોલીસે પ્રદીપ સિંહ ખાલસા, કુલવિંદર સિંહ બંગા, સતનામ સિંહ સટ્ટા અને ગુરપ્રીત સિંહ ગોપી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પટિયાલા રેન્જના ડીઆઈજી કુલદીપ ચહલે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી એક બોમ્બ, બે પિસ્તોલ, જીવંત કારતૂસ અને એક આઈઈડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) જપ્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ મોડ્યુલ મલેશિયા સ્થિત આઈએસઆઈ હેન્ડલર્સ અને ખાલિસ્તાની ઉગ્રવાદી સંગઠનો સાથે સીધા સંપર્કમાં હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી યોજના પંજાબમાં શાંતિ ભંગ કરવા અને રેલ્વે કામગીરીને નિશાન બનાવવા માટે ઘડવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના 27 એપ્રિલના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે બની હતી, જ્યારે માલગાડી નીચે વિસ્ફોટ થયો હતો. આંચકો અનુભવ્યા પછી ટ્રેન ડ્રાઇવરે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી.
રેલવેના સ્પેશિયલ ડીજીપી શશિ પ્રભા દ્વિવેદીએ જણાવ્યું હતું કે શક્ય છે કે બોમ્બ મૂકનાર વ્યક્તિ વિસ્ફોટ સ્થળની નજીક હતો અને તે જ વિસ્ફોટમાં તેનું મૃત્યુ થયું હોય. મૃતકની ઓળખ પંજાબના તરનતારન જિલ્લાના પંજવાર ગામનો જગરુબ સિંહ ઉર્ફે રૂપા તરીકે થઈ છે. એવું પણ બહાર આવ્યું છે કે તે અગાઉ મલેશિયાની મુલાકાતે ગયો હતો.
વધુ માહિતી અપડેટ કરવામાં આવશે...
