Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં પાસાં પલટશે? `અસલી પાર્ટી`ઓ પાછળ, શરદ પવારનો દેખાયો પાવર

મહારાષ્ટ્રમાં પાસાં પલટશે? `અસલી પાર્ટી`ઓ પાછળ, શરદ પવારનો દેખાયો પાવર

04 June, 2024 02:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિપક્ષી મહા વિકાસ આઘાડીમાં કૉંગ્રેસ અને શિવસેના (યૂબીટી) સાથે સામેલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) સામેલ છે. ઉપ મુખ્યમંત્રી અજતિ પવારની આગેવાનીવાળી રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી એક સીટ પર આગળ છે.

મહારાષ્ટ્રમાં થશે સત્તા પલટો?

મહારાષ્ટ્રમાં થશે સત્તા પલટો?


વિપક્ષી મહા વિકાસ આઘાડીમાં કૉંગ્રેસ અને શિવસેના (યૂબીટી) સાથે સામેલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) સામેલ છે. ઉપ મુખ્યમંત્રી અજતિ પવારની આગેવાનીવાળી રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી એક સીટ પર આગળ છે.


મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024 પરિણામ માટે મંગળવારે મતની ગણતરીના શરૂઆતના ઝુકાવમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) 11 સીટ પર, તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યૂબીટી) દસ સીટ પર આગળ છે. રાજ્યમાં કૉંગ્રેસ પાર્ટી પણ 0 સીટ પર આગળ છે. આ સિવાય, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવારની (એનસીપીએસપી) ઓછામાં ઓછી 8 સીટ પર આગળ છે. તો એકનાથ શિંદેની શિવસેનાને છ સીટ પર લીડ મળતી જોવા મળી રહી છે. અજિત પવારની એનસીપી ફક્ત એક સીટ પર આગળ છે.



વિપક્ષી મહા વિકાસ આઘાડીમાં કૉંગ્રેસ અને શિવસેના (યૂબીટી) સાથે સામેલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) સામેલ છે. ઉપ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી એક સીટ પર આગળ છે. ચૂંટણી પંચ પ્રમાણે, અત્યાર સુધી રાજ્યની 48માંથી બધી સીટ માટે ઝુકાવ જોવા મળી રહ્યા છે. રાજ્યની 48 લોકસભા સીટ માટે મતગણના સવારે આઠ વાગ્યે શરૂ થઈ અને પહેલા બેલેટ પેપરની ગણતરી થઈ.


એક અધિકારીએ જણાવ્યું કે નાગપુરથી ત્રીજીવાર લોકસભા ચૂંટણી લડતા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કૉંગ્રેસ ઉમેદવાર વિકાસ ઠાકરે પર લીડ બનાવી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને તે મુંબઈ ઉત્તર લોકસભા સીટ પર કૉંગ્રેસ પ્રતિસ્પર્ધી ભૂષણ પાટિલની તુલનામાં આગળ છે.

બારામતી સંસદીય ક્ષેત્રમાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સંસ્થાપક શરદ પવારની દીકરી સુપ્રિયા સુળેએ પોતાની ભાભી અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવાર પર લીડ જાળવી રાખી છે. કલ્યાણ સીટ પર મુખ્યમંત્રી એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદે પોતાના પ્રતિદ્વંદ્વિઓથી આગળ છે. થાણે સીટ પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની નજીકના સહયોગી નરેશ મ્હાસ્કે પણ આગળ છે.


નોંધનીય છે કે ગઈકાલે એટલે કે સોમવારે એક્ઝિટ પોલના રિઝલ્ટ આવ્યા બાદ મહારાષ્ટ્રની બારામતી લોકસભાની બેઠક પર પહેલી વખત પવાર પરિવાર સામસામે ચૂંટણી લડતાં દેશની સૌથી હૉટ બની ગયેલી આ બેઠક પર એક્ઝિટ પોલના અંદાજ મુજબ કાંટાની ટક્કર હોવાનું જણાઈ આવ્યું છે. આથી ૪ જૂને અહીંથી કોણ વિજયી થશે એનો ખ્યાલ આવી જશે, પણ સુપ્રિયા સુળે અને સુનેત્રા પવારના સમર્થકોએ તો લોકસભા બેઠકમાં આવતા ઇન્દાપુરમાં ગઈ કાલે ચૂંટણીમાં વિજયી થવા માટે અભિનંદન આપતાં બૅનર લગાવી દીધાં હતાં. ચૂંટણી વખતે મત મેળવવા માટે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથે અહીં પૂરી તાકાત લગાવી દીધી હતી એવી જ રીતે તેમના સમર્થકોએ ચૂંટણી બાદ બૅનર લગાવી દેવાથી એ ચર્ચાનો વિષય બન્યો છે.

નણંદ સુપ્રિયા સુળે અને ભાભી સુનેત્રા પવારની ઉમેદવારની જાહેરાત થયા બાદથી જ બારામતી લોકસભા બેઠક સૌથી હૉટ બની ગઈ હતી. દાયકાઓથી શરદ પવારની અહીં મજબૂત પકડ છે, જેને તેમના જ ભત્રીજા અજિત પવારે પડકારી હતી. બન્ને જૂથે પોતાની તરફેણમાં મતદાન થયું હોવાનો દાવો કર્યો છે. કેટલાક એક્ઝિટ પોલમાં સુપ્રિયા સુળેનો હાથ ઉપર હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોકે મોટા ભાગના લોકોનું માનવું છે કે અહીં કાંટાની ટક્કર છે એટલે કંઈ પણ થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2024 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK