બપોરે એક વાગ્યાથી રિઝલ્ટ ઑનલાઇન જોવા મળશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC)નું એટલે કે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. બપોરે એક વાગ્યાથી રિઝલ્ટ ઑનલાઇન જોવા મળશે.
માર્ચ-એપ્રિલ દરમ્યાન લેવાયેલી પરીક્ષામાં રાજ્યના ૧૫.૩૨ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ http://mahahsscboard.in, http://mahresult.nic.in, http://hscresult.mkcl.org તથા ડિજિલૉકર ઍપ પરથી જોઈ શકશે. SMSથી પરિણામ મેળવવા MHHSC (સ્પેસ) બેઠક-ક્રમાંક લખીને 57766 પર મેસેજ મોકલવાનો રહેશે.
