Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાંચ વખતના ચૅમ્પિયનો વચ્ચે આજે ટકી રહેવાની ટક્કર

પાંચ વખતના ચૅમ્પિયનો વચ્ચે આજે ટકી રહેવાની ટક્કર

Published : 02 May, 2026 09:23 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઠમાંથી ત્રણ જીત સાથે ચેન્નઈ છઠ્ઠા અને મુંબઈ માત્ર બે જીત સાથે નવમા નંબરે છે, જે પણ હારશે એના પ્લેઆૅફના દરવાજા આૅલમોસ્ટ બંધ થઈ જશે

ચેન્નઈમાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન સતત હારી રહેલી મુંબઈ ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા સાથે બૅટિંગ કોચ કાઇરન પોલાર્ડ અને હેડ કોચ માહેલા જયવર્દને વાતચીત દરમ્યાન ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા.

ચેન્નઈમાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન સતત હારી રહેલી મુંબઈ ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા સાથે બૅટિંગ કોચ કાઇરન પોલાર્ડ અને હેડ કોચ માહેલા જયવર્દને વાતચીત દરમ્યાન ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા.


ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૪૪મી મૅચ રમાશે. IPLના ઇતિહાસની સૌથી સફળ અને આ સીઝનમાં સ્ટ્રગલ કરી રહેલી બે ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે ઑલમોસ્ટ કરો યા મરો સમાન જંગ જામશે. ચેન્નઈ આ સીઝનમાં આઠમાંથી ત્રણમાં જીત મેળવીને છ પૉઇન્ટ સાથે પૉઇન્ટ-ટેબલમાં છઠ્ઠા નંબરે છે જ્યારે મુંબઈના એનાથી વધુ બેહાલ છે અને આઠમાંથી માત્ર બે જ જીત સાથે સેકન્ડ લાસ્ટ નવમા નંબરે છે. બન્ને ટીમો અસાતત્યભરી બૅટિંગ, ખાસ કરીને મિડલ-ઑર્ડરથી પરેશાન છે. ચેન્નઈ વતી આ સીઝનમાં બે સેન્ચુરી જોવા મળી છે અને એ બન્ને સંજુ સૅમસને ફટકારી છે. મુંબઈ વતી ત્રણ બૅટરોએ સેન્ચુરી ફટકારી છે : બે સદી સાઉથ આફ્રિકન ઑપનરો ક્વિન્ટન ડી કૉક અને રાયલ રિકલ્ટન અને એક તિલક વર્માના નામે છે.


ગઈ કાલે પ્રૅક્ટિસ વખતે મહેન્દ્ર સિંહ ધોનીને ગળે મળતો હાર્દિક પંડ્યા.



નામોશીનો લેશે બદલો?


આ સીઝનની બન્ને વચ્ચેની પ્રથમ ટક્કરમાં ચેન્નઈએ સૅમસનની સેન્ચુરી બાદ સ્પિનરો અકીલ હુસેન (૧૭ રનમાં ૪ વિકેટ) અને નૂર અહમદ (૨૪ રનમાં બે વિકેટ)ની કમાલને લીધે મુંબઈને રેકૉર્ડ-બ્રેક ૧૦૩ રનથી કચડી નાખ્યું હતું. હવે આજે પણ ચેન્નઈ  ઘરઆંગણે સ્પિન-ફ્રેન્ડ્લી પિચ જોતાં અકીલ અને નૂર દ્વારા ફરી એવા પર્ફોર્મન્સની અપેક્ષા રાખી રહ્યું હશે. મુંબઈએ કમબૅક કરવા આજે મહારથીઓ સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને કૅપ્ટન હાર્દિક પંડ્યા પાસેથી મોટી આશા રાખવી પડશે કેમ કે એણે છેલ્લી મૅચમાં મળેલી નામોશીભરી ૧૦૩ રનની હારનો બદલો લઈને સીઝનમાં કમબૅક કરવાનું છે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૪૦

મુંબઈની જીત

૨૧

ચેન્નઈની જીત

૧૯


ચેન્નઈમાં મુંબઈ ૫-૨

ચેન્નઈ સામે મુંબઈ છેલ્લી ૬ મૅચમાં એક જ વાર જીતી શક્યું છે પણ ચેન્નઈનું આ ગ્રાઉન્ડ મુંબઈને વધુ ફળ્યું છે અને કુલ સાત મૅચમાંથી એણે અહીં પાંચમાં વિજય મેળવ્યો છે. ફરી ધોની-રોહિત વગર બન્ને ટીમને પાંચ-પાંચ વખત ચૅમ્પિયન બનાવનારા કૅપ્ટનો મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા હાલ ઇન્જરીને લીધે નથી રમી રહ્યા. ૨૩ એપ્રિલની બન્ને વચ્ચેની પ્રથમ ટક્કરમાં પહેલી વાર રોહિત અને ધોની વગર ટીમ મેદાનમાં ઊતરી હતી. ઑલમોસ્ટ આજે પણ બન્ને ધુરંધરો વગર જ જંગ લડવો પડશે.


પ્રૅક્ટિસ દરમ્યાન ચેન્નઈનો ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દુબે.

ખભાની ઇન્જરીને લીધે મિચલ સૅન્ટનર એક મહિના માટે આઉટ

૨૩ એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામેના મુકાબલામાં કૅચ પકડતી વખતે ખભાની ઇન્જરીને લીધે મિચલ સૅન્ટનર એક મહિના સુધી મેદાનમાં ઊતરી નહીં શકે. આને લીધે મુંબઈ ઇન્ડિયન્સે તેને બદલે સાઉથ આફ્રિકન કેશવ મહારાજને ટીમમાં સામેલ કરી લીધો હતો. સૅન્ટનર આ અઠવાડિયે ન્યુ ઝીલૅન્ડ પાછો ફરશે અને ૨૭ મેથી શરૂ થનારી આયરલૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચ ગુમાવશે. જોકે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડને આશા છે કે તે ચોથી જૂનથી શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમશે. 

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 09:23 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK