° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

Coronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના

25 February, 2021 02:40 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના

Coronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના

Coronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના

કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થી અને 3 સ્ટાફ મેમ્બર કોરોના પૉઝિટીવ આવ્યા છે. આ હૉસ્ટેલમાં અમરાવતી, હિંગોલી, નાંદેડ, બુલઢાણા, વાશિમ અને અકોલાના લગભગ 327 વિદ્યાર્થીઓ રહે છે. મામલો સામે આવ્યા પછી હૉસ્ટેલને કન્ટેન્મેન્ટ ઝૉન જાહેર કરવામાં આવ્યો છે અને પૉઝિટીવ મળેલા વિદ્યાર્થીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં દેશમાં જ કોરોનાના કેસમાં વધારો ઝડપી થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 16,738 નવા કેસ સામે આવ્યા છે અને 138 લોકોના નિધન થઈ ગયા છે. લગભગ એક મહિના પછી પહેલી વાર એવું થયું છે, જ્યારે કોરોના પીડિતોની 15000થી વધુનો વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરતાં જણાવ્યું કે કુલ કોવિડ કેસની સંખ્યા 1,10,46,914 થઈ છે, જ્યારે મૃતકોનો આંકડો 1,56,705 થઇ ગયો છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા ડેટા પ્રમાણે 29 જાન્યુઆરી પછી આ પહેલી વાર છે, જ્યારે એક સાથે આટલા બધાં કેસ સામે આવ્યા છે. આ પહેલા 29 જાન્યુઆરીના રોજ 18,855 નવા કેસ મળ્યા હતા. આ સિવાય એક દિવસમાં મૃતકોની સંખ્યાની વાત કરીએ તો 26 દિવસો પછી આટલી મોટી સંખ્યા સામે આવી છે. આ સિવાય કોરોનાને માત આપનારાનો આંકડો પણ 1,07,38,501 પર પહોંચી ગયો છે. આની સાથે જ કોવિડ-19 રિકવરી રેટ ભારતમાં 97.21 ટકા થઈ ગયો છે. તો મૃત્યુ દર 1.42 ટકા પર પહોંચ્યો છે.

હાલ દેશમાં 1,51,708 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 1.37 ટકા છે. ભારતમાં કોરોનાના 20 લાખ કેસનો આંકડો 7 ઑગસ્ટના પાર થઈ ગયો હતો, 23 ઑગસ્ટના આ આંકડો 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના આ આંકડો 40 લાખ પહોંચી ગયો હતો. તેના પછી 16 સપ્ટેમ્બરના કુલ કેસની સંખ્યા 50 લાખની પાર પહોંચી હતી. તેના પછી 28 સપ્ટેમ્બરના 60 લાખ, 11 ઑક્ટોબરના 70 લાખ, 29 ઑક્ટોબરના 80 લાખ અને 20 નવેમ્બરના આંકડડો 90 લાખ સુધી પહોંચ્યો હતો. ગયા વર્ષે 19 ડિસેમ્બરના કુલ કોરોના કેસની સંખ્યા 1 કરોડની પાર થઈ ગઈ હતી. જો કે, એક કરોડનો આંકડો પાર થઈ ગયા પછી ઝડપ ઘટી ગઈ હતી, પણ એક વાર ફરીથી કોરોનાના વધતા કેસે ચિંતાઓ વધારી દીધી છે.

આઇસીએમઆરના આંકડા પ્રમાણે 24 ફેબ્રુઆરી સુધી 21,38,29,658 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 7,93,383 સેમ્પલ બુધવારે જ લઈ ગયા હતા. કોરોનાના વધતા કેસ દરમિયાન મહારાષ્ટ્ર, કેરલ સહિત 5 રાજ્ય ચિંતાનું કારણ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 138 લોકોના નિધન થયા છે જેમાંથી 80 મહારાષ્ટ્રમાંથી હતા. આ સિવાય 17 લોકોના નિધન કેરલમાં થયા અને પંજાબમાં 7ના જીવ ગયા. આ સિવાય દક્ષિણ ભારતીય રાજ્ય તામિલનાડુ અને કર્ણાટકમાં પણ 6-6 લોકોના નિધન થયા છે.

25 February, 2021 02:40 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

નેટ બોલર તરીકે પસંદગીના નામે હરિયાણાના યુવાન સાથે મુંબઈમાં ૫૦,૦૦૦ની છેતરપિંડી

ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળતી હોવાથી આશિષનો પરિવાર નાણાં ખર્ચવા તૈયાર થયો હતો

11 April, 2021 10:45 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

આરએસએસના વડા મોહન ભાગવત કોરોના પૉઝિટિવ

૭૦ વર્ષની વયના મોહન ભાગવત કોરોનાવાઇરસના ચેપનાં સામાન્ય લક્ષણો ધરાવે છે

11 April, 2021 10:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

જેમ અને જ્વેલરીના ઉત્પાદનની પ્રવૃત્તિ કોરોનાનાં ઇમર્જન્સી પગલાંમાંથી બાકાત

જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ એમ કહ્યું હતું

11 April, 2021 10:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK