Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રી-ચેકિંગમાં જેઈઈ, એનઈઈટી અને સાયન્સના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી

રી-ચેકિંગમાં જેઈઈ, એનઈઈટી અને સાયન્સના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી

Published : 09 June, 2022 10:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍડ‍્મિશન પ્રોસેસ શરૂ થતાં લાંબો સમય લાગશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જેઈઈ એક્ઝામ, એનઈઈટી (નીટ) એક્ઝામ અને સાયન્સના વિદ્યાર્થીઓને રી-ચેકિંગમાં પ્રાયોરિટી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને તેના બારમા ધોરણના માર્ક્સ વિશે શંકા હોય અને પેપર ફરી રી-ચેક કરાવવા હોય તો તે નીચે મુજબની ફી ભરીને એ કરાવી શકશે. જો આન્સરશિટની કૉપી જોઈતી હોય તો દરેક વિષય માટે ૪૦૦ રૂપિયા, રી-વૅલ્યુએશન માટે દરેક વિષયના ૩૦૦ રૂપિયા અને માર્ક્સ ચેક કરવા દરેક વિષયના ૫૦ રૂપિયા આપવા પડશે. 


ઍડ‍્મિશન પ્રોસેસ શરૂ થતાં લાંબો સમય લાગશે
સ્ટેટ બોર્ડની એચએસસીનું રિઝલ્ટ ભલે જાહેર થઈ ગયું, પણ કૉલેજમાં ન્યુ ઍડ‍્મિશનની પ્રોસેસ ચાલુ થતાં હજી વાર લાગે એવી શક્યતા છે. એનું એક મુખ્ય કારણ છે આઇસીએસઈ (ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) બોર્ડ અને સીબીએસઈ (સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) બોર્ડની. એમાં પણ સીબીએસઈની એક્ઝામ તો હજી મંગળવારે જ પતી છે એથી એનાં રિઝલ્ટ આવે ત્યાર બાદ જ કૉલેજનાં ન્યુ ઍડ‍્મિશન ચાલુ થઈ શકશે. 



કેટલાક લોકોએ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો : વર્ષા ગાયકવાડ
પરિણામ જાહેર થયા બાદ રાજ્યનાં સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘૨૦૨૦ની તુલનામાં આ વર્ષે પરિણામ ૩.૫૬ ટકા વધ્યું છે. આ વર્ષની પરીક્ષા વખતે કેટલાક લોકોએ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ વિદ્યાર્થીઓ અને સ્કૂલોનાં મંડળોના દૃઢ નિર્ધારને કારણે પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર પાડી શકાઈ એટલે એ બધાનો આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2022 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK