સોમવારે સવારે કોઈને વોટિંગમાં અગવડ ન પડે એટલા માટે મોડું થઈ ગયું હોવા છતાં અંતિમ સંસ્કાર રવિવારે મોડી રાતે કર્યા
વિસરિયા પરિવાર
મુલુંડમાં રહેતા વિસરિયા પરિવારમાં રવિવારે સાંજે એક દુઃખદ ઘટના બની હોવા છતાં લોકશાહીને જીવંત રાખવાનો કિસ્સો સામે આવ્યો છે. મુલુંડ-વેસ્ટના તાંબેનગરમાં યમુના હાઇટ્સમાં રહેતા ૭૨ વર્ષના સુંદરજી વિસરિયાનું રવિવારે સાંજે અવસાન થયું હતું. ત્યાર બાદ સોમવારે વોટિંગ માટે કોઈને અગવડ ન પડે એ હેતુથી વિસરિયા પરિવારે સુંદરજીભાઈની રવિવારે મોડી રાતે જ અંતિમવિધિ કરી હતી. ત્યાર બાદ ગઈ કાલે આખા પરિવારે મતદાનકેન્દ્ર પર જઈને મત આપ્યો હતો.




