Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મતદાન વિશે જાગૃતિ ફેલાવવા થાણેમાં શનિવારે મિની મૅરથૉન

મતદાન વિશે જાગૃતિ ફેલાવવા થાણેમાં શનિવારે મિની મૅરથૉન

09 May, 2024 10:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારને જોડીને મતદાનની રજા આવી હોવા છતાં નાગરિકો મતદાન કરવાનું ભૂલે નહીં એટલે વારંવાર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ૨૦ મેએ યોજાનારી લોકસભાની ચૂંટણી માટે મતદાન વિશે જાગૃતિ ફેલાવવા શનિવારે ૧૧ મેએ સવારે સાડાછ વાગ્યે થાણેમાં મિની મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે. થાણે મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે આ મૅરથૉનમાં ભાગ લેવા માટે શક્ય એટલા વધુ દોડવીરોને અપીલ કરી છે. આ મિની મૅરથૉન થાણે મહાનગરપાલિકા, કલેક્ટર કાર્યાલય, થાણે ડિસ્ટ્રિક્ટ ઍથ્લેટિક અસોસિએશન અને થાણે સિટિઝન્સ ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ છે.

રવિવારને જોડીને મતદાનની રજા આવી હોવા છતાં નાગરિકો મતદાન કરવાનું ભૂલે નહીં એટલે વારંવાર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે એથી ‘રન ઍન્ડ વોટ’ના સંદેશ સાથે શ‌નિવારે મિની મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મૅરથૉનમાં ૧૨ વર્ષથી ઉપર, ૧૫ વર્ષથી નીચે, ૧૮ વર્ષથી નીચે, ૧૮ વર્ષથી ઉપર મળીને ૩ કૅટેગરીમાં જૂથને વહેંચવામાં આવ્યાં છે. મૅરથૉનનો ઇનામ વિતરણ સમારોહ થાણેના ઘાણેકર ઑડિટોરિયમમાં યોજાશે.



અહીં રજિસ્ટ્રેશન કરી શકાશે


મિની મૅરથૉન ૧૧ મે શનિવારે ૬.૩૦ વાગ્યાથી કાશિનાથ ઘાણેકર નાટ્યગૃહથી શરૂ થશે. આ મિની મૅરથૉન માટે રજિસ્ટ્રેશન કરવા http://thanecitizens.org/mini-marathon-registration/ લિન્ક પર જવું. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK