હાલમાં કપિલ પોતાના કૉમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ને લઈને ચર્ચામાં છે. આ શોની નવી સીઝનના પહેલા એપિસોડમાં સલમાન ખાન જોવા મળ્યો હતો
કપિલ શર્મા
કપિલ શર્માને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હવે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને મુંબઈ પોલીસે કપિલની સુરક્ષા વધારી છે. કૅનેડાના સરેમાં આવેલા કપિલ શર્માના ‘કૅપ્સ કૅફે’ પર અત્યાર સુધી બે વખત અટૅક થઈ ચૂક્યો છે. હાલમાં કપિલ પોતાના કૉમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ને લઈને ચર્ચામાં છે. આ શોની નવી સીઝનના પહેલા એપિસોડમાં સલમાન ખાન જોવા મળ્યો હતો. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના એક સભ્યએ ઑડિયો જાહેર કરીને ધમકી આપી હતી કે જેકોઈ સલમાન ખાન સાથે કામ કરશે તેને અમે મારી નાખીશું. માનવામાં આવે છે કે કપિલના કૅફે પર બીજી વખત હુમલો આ ચેતવણીના ભાગરૂપ જ કરવામાં આવ્યો હતો અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


