Kap’s Cafe Firing: કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કૅફે પર બીજીવાર ગોળીબાર થયો; ગોળીબાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હોવાનો ઓડિયો વાયરલ; સલમાન ખાન સાથેની દોસ્તી જવાબદાર
સલમાન ખાન `ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો`ના સીઝન ૩ના પહેલા એપિસોડમાં દેખાયો હતો
કોમેડિયન એક્ટર કપિલ શર્મા (Kapil Sharma)ના કેનેડા (Canada) સ્થિત રેસ્ટોરન્ટ કેપ્સ કૅફે (Kap’s Cafe) પર ગઈકાલે ફરી ગોળીબાર કરવામાં આવ્યો છે. એક મહિનાની અંદર આ બીજીવાર ગોળીબાર (Kap’s Cafe Firing) છે. હવે આ મામલે એક મોટી અપડેટ આવી છે. જાણવા મળ્યું છે કે કેપ્સ કૅફે માં ગોળીબાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ દ્વારા કરવામાં આવ્યો છે. એક વાયરલ ઓડિયો ક્લિપમાં કહેવાયું છે કે, કપિલ શર્મા અને સલમાન ખાન (Salman Khan)ની સારી દોસ્તી આ પાછળનું કારણ કહેવાય છે. તેમજ કપિલના શોમાં સલમાન ખાનની હાજરી પણ આ પાછળનું કારણ છે.
કપિલ શર્માના કેનેડા કૅફેમાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ દરમિયાન, લોરેન્સ ગ્રુપના ગેંગસ્ટર હેરી બોક્સર (Harry Boxer)નો ઓડિયો સામે આવ્યો છે જેમાં તેણે ગોળીબારની જવાબદારી લીધી છે અને કહ્યું છે કે ગોળીબાર એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે સલમાન ખાનને કપિલ શર્માએ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ (The Great Indian Kapil Show)ની ત્રીજી સિઝન (Season 3)ના ઓપનિંગ એપિસોડમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે કોઈ સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે.
ADVERTISEMENT
હેરી બોક્સરે દાવો કર્યો છે કે, આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે કપિલ શર્માએ નેટફ્લિક્સ (Netflix) શોના ઉદ્ઘાટન માટે સલમાન ખાનને આમંત્રણ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન `ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો`ના સીઝન ૩ના પહેલા એપિસોડમાં દેખાયો હતો, જેનું પ્રીમિયર ૨૧ જૂને નેટફ્લિક્સ પર થયું હતું. ઓડિયોમાં હેરી બોક્સરે ચેતવણી આપી છે કે, ‘આગળથી કોઈપણ દિગ્દર્શક, નિર્માતા કે કલાકારને અગાઉથી ચેતવણી આપવામાં આવશે નહીં, પરંતુ સીધી છાતીમાં ગોળી મારી દેવામાં આવશે.’ મુંબઈના તમામ કલાકારો અને નિર્માતાઓને ચેતવણી આપતા તેણે કહ્યું કે, ‘અમે મુંબઈ (Mumbai)નું વાતાવરણ એવી રીતે બગાડીશું કે તમે કલ્પના પણ નહીં કરી શકો. જો કોઈ સલમાન ખાન સાથે કામ કરશે, પછી ભલે તે નાનો કલાકાર હોય કે દિગ્દર્શક, અમે તેને છોડીશું નહીં, અમે તેને મારી નાખીશું.’ તેણે કહ્યું કે, ‘સલમાન ખાન સાથે કામ કરનાર કોઈપણ વ્યક્તિ પોતાના મૃત્યુ માટે જવાબદાર રહેશે.’
તમને જણાવી દઈએ કે, ગઈ કાલે ગુરુવારે કેનેડાના સરેમાં કપિલ શર્માના કેપ્સ કૅફે પર એક મહિના કરતાં ઓછા સમયમાં બીજી વખત હુમલો કરવામાં આવ્યો. ઓછામાં ઓછી ૨૫ ગોળીઓ ચલાવવામાં આવી, જેનાથી બારીઓ તૂટી ગઈ. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી ધિલ્લોન, જે પંજાબ પોલીસ (Punjab Police) અને એનઆઇ (NIA) દ્વારા વોન્ટેડ છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓ માને છે કે ગોલ્ડી ધિલ્લોન હાલમાં જર્મનીમાં રહે છે. તેની સામે પંજાબમાં ખંડણી અને હત્યાના અનેક કેસ નોંધાયેલા છે.
આ પહેલા કપિલ શર્માના રેસ્ટોરન્ટને ૧૦ જુલાઈએ પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જેની જવાબદારી ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓમાંના એક, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) કાર્યકર્તા હરજીત સિંહ લાડીએ લીધી હતી.


