Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.નાં બહેન વિદુષી સાધ્વીવર્યા વિશ્વામિત્રાશ્રીજી મ. કાળધર્મ પામ્યાં

આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.નાં બહેન વિદુષી સાધ્વીવર્યા વિશ્વામિત્રાશ્રીજી મ. કાળધર્મ પામ્યાં

Published : 30 June, 2026 07:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાધ્વીજીનો સમાધિપર્વ મહોત્સવ મુલુંડ શાસનસમ્રાટ સંઘમાં જ તા. ૯-૧૦-૧૧ જુલાઈ દરમ્યાન ૭૦ સાધુ-સાધ્વીજીની નિશ્રામાં ભવ્ય સ્વરૂપે ઊજવાશે. 

આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.નાં બહેન વિદુષી સાધ્વીવર્યા વિશ્વામિત્રાશ્રીજી મ.

આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.નાં બહેન વિદુષી સાધ્વીવર્યા વિશ્વામિત્રાશ્રીજી મ.


પ્રૌઢ પ્રભાવશાળી આચાર્યવર્ય ધર્મ-સૂર્યોદય સૂરીશ્વરજી મ.ના ધર્મસામ્રાજ્યના યશસ્વી સંવાહક શાસનશણગાર જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.નાં ૩ બહેન સાધ્વીજીમાંનાં સા.શ્રી વિશ્વમિત્રાશ્રીજી મ. સોમવારે ૨૯ જૂને બપોરે ૨.૪૦ વાગ્યે જૈનાચાર્ય તથા દિવંગતનાં સાંસારિક બહેનો સા. વિશ્વરત્નાશ્રીજી-વિશ્વધર્માશ્રીજી આદિ સુવિશાલ સંયમીવૃંદની નિશ્રામાં નમસ્કાર-મહામંત્રના શ્રવણપૂર્વક સમાધિમય કાળધર્મ પામ્યાં છે. તેમની પાલખીયાત્રાની ઉછામણી આજે મંગળવારે ૩૦ જૂને સવારે ૯ વાગ્યે શાસનસમ્રાટ જૈન સંઘ, તાંબેનગર, મુલુંડમાં શરૂ થશે. એ પછી બૅન્ડસૂરાવલિ અને ગુલાલની છોળો વચ્ચે પાલખીયાત્રા યોજાશે. જૈનાચાર્યનાં વડીલ ભગિની આ સાધ્વીજીએ ૨૦ વર્ષની નવયુવાનવયે સંયમ સ્વીકારીને ૪૭ વર્ષ પર્યંત ઉત્તમ સંયમસાધના કરી હતી. એ દરમ્યાન ૧૧ મુમુક્ષુઓને પ્રતિબોધિત કરતાં તેમનો ૧૧ શિષ્યા-પ્રશિષ્યાનો પરિવાર થયો હતો. અનેકવિધ સુંદર આરાધનાઓ-પ્રવચનો-શિબિરો દ્વારા શાસનસેવા કરનાર દિવંગત સાધ્વીજીનો સમાધિપર્વ મહોત્સવ મુલુંડ શાસનસમ્રાટ સંઘમાં જ તા. ૯-૧૦-૧૧ જુલાઈ દરમ્યાન ૭૦ સાધુ-સાધ્વીજીની નિશ્રામાં ભવ્ય સ્વરૂપે ઊજવાશે. 


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK