Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ સામે ઝિમ્બાબ્વેએ મેળવી ૨૩૦ રનની લીડ

બંગલાદેશ સામે ઝિમ્બાબ્વેએ મેળવી ૨૩૦ રનની લીડ

Published : 30 June, 2026 10:27 AM | IST | Harare
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝિમ્બાબ્વેના ઓપનર ઇનોસન્ટ કાઇયાએ ૨૨૭ બૉલમાં ૧૭ ફોરના આધારે ૧૪૦ રન કરીને પોતાની પહેલી ટેસ્ટ-સદી નોંધાવી હતી

પહેલી ટેસ્ટ-સદીની ઉજવણી કરતો ઝિમ્બાબ્વેનો ઓપનર ઇનોસન્ટ કાઇયા

પહેલી ટેસ્ટ-સદીની ઉજવણી કરતો ઝિમ્બાબ્વેનો ઓપનર ઇનોસન્ટ કાઇયા


હરારેમાં બંગલાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચના બીજા દિવસે યજમાન ઝિમ્બાબ્વેએ ૨૩૦ રનની લીડ જાળવી રાખી હતી. પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશના ૧૪૦ રન સામે ઝિમ્બાબ્વેએ ૧૦૭.૨ ઓવરમાં ૪૧૦-૧૦નો સ્કોર કર્યો હતો. બીજા દિવસના અંતે બંગલાદેશે ૯ ઓવરમાં ૪૦-૧નો સ્કોર કર્યો હતો.

ઝિમ્બાબ્વેના ઓપનર ઇનોસન્ટ કાઇયાએ ૨૨૭ બૉલમાં ૧૭ ફોરના આધારે ૧૪૦ રન કરીને પોતાની પહેલી ટેસ્ટ-સદી નોંધાવી હતી. બંગલાદેશ તરફથી સ્પિનર તૈજુલ ઇસ્લામે ૪૦.૨ ઓવરમાં ૧૩૮ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી. તેણે પોતાની ૩૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ પણ પૂર્ણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 10:27 AM IST | Harare | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK