નિર્માતાએ તેમને સેક્યુલર દેખાડ્યા છે જે અમને મંજૂર નથી. જો ફિલ્મ પર બંધી નહીં મૂકવામાં આવે તો અમે એ જ્યાં પ્રદર્શિત થશે ત્યાં થિયેટર પર જઈને વિરોધ-પ્રદર્શન કરીશું.
;ખાલિદ કા શિવાજી` ફિલ્મનું પોસ્ટર
પુણેના હિન્દુ મહાસંઘે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને ફિલ્મના પ્રોડ્યુસરને રજૂઆત કરીને ૮ ઑગસ્ટે રિલીઝ થનારી ‘ખાલિદ કા શિવાજી’ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગણી કરી છે.
હિન્દુ મહાસંઘના ચૅરમૅન આનંદ દવેએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસને વિકૃત કરીને દેખાડવામાં આવ્યો છે. નિર્માતાએ તેમને સેક્યુલર દેખાડ્યા છે જે અમને મંજૂર નથી. જો ફિલ્મ પર બંધી નહીં મૂકવામાં આવે તો અમે એ જ્યાં પ્રદર્શિત થશે ત્યાં થિયેટર પર જઈને વિરોધ-પ્રદર્શન કરીશું. અમે પુણેના દરેક થિયેટરને વિનંતી કરીએ છીએ કે આ ફિલ્મ પ્રદર્શિત ન કરે. જો રૂરલ એરિયામાં એ પ્રદર્શિત થશે તો અમે ત્યાં થિયેટર પર જઈને લેક્ચરનું આયોજન કરીશું અને લોકોને સાચા ઇતિહાસથી અવગત કરાવીશું. શિવાજી મહારાજ અમારા છે, હિન્દુઓના છે અને મરાઠા છે. અમારો વિરોધ જ ‘ખાલિદ કા શિવાજી’ આઇડિયાને લઈને છે.’
ADVERTISEMENT
ડિરેક્ટર રાજ મોરેએ બનાવેલી ‘ખાલિદ કા શિવાજી’ ફિલ્મમાં એક મુસ્લિમ છોકરાની વાત છે જે શિવાજીને પોતાના અનુભવથી સમજે છે.


