° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


ગુડ ન્યૂઝઃ દશેરા બાદ મહારાષ્ટ્રમાં જીમ શરૂ

17 October, 2020 08:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુડ ન્યૂઝઃ દશેરા બાદ મહારાષ્ટ્રમાં જીમ શરૂ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના નાગરિકો માટે આજે એક સકારાત્મક સમાચાર આવ્યા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, દશેરા બાદ જીમ અને ફીટનેસ સેન્ટર શરૂ કરી શકાશે. જોકે આમાં ફરજિયાતપણે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીજર (એસઓપી)નું પાલન કરવું પડશે. આમ ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી માર્ચ મહિનાથી બંધ પડેલા જીમ ફરી ખૂલશે.

અનલોકમાં મહારાષ્ટ્ર સરકારે પહેલા જીમને શરૂ કરવાની મનાઈ ફરમાવતા જીમ માલિકો નારાજ હતા. જોકે મુખ્ય પ્રધાને કહ્યું છે કે, દરેક એસઓપીનું ફરજિયાત પાલન કરવું પડશે.

ગઈ કાલે જ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરેક મહિલાઓને પ્રવાસ કરવાની મંજૂરી મહારાષ્ટ્ર સરકારે આપી હતી. તેમ જ બિઝનેસ-ટુ-બિઝનેસ એક્ઝીબિશન તબક્કાવાર શરૂ થશે. મોનોરેલ 17 ઑક્ટોબરથી શરૂ થઈ છે તેમ જ મુંબઈ મેટ્રો 19 ઑક્ટોબરથી શરૂ થશે.

 

17 October, 2020 08:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હવે બ્લેક ફંગસનો ભય, મુંબઈમાં ત્રણ બાળકોની કાઢવી પડી આંખો

મુંબઈમાં બ્લેક ફંગસને લઈ ભયાનક ઘટના સામે આવી છે. બ્લેક ફંગસને કારણે ત્રણ બાળકોની આંખ કાઢવી પડી હતી.

18 June, 2021 12:13 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હવે મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ બે વર્ષ કરતાં પણ વધારે

મુંબઈમાં ગઈ કાલે ૨૯,૩૦૯ કોવિડ-ટેસ્ટ હાથ ધરાઈ હતી જેમાં ૬૬૬ નવા કોરોના પૉઝિટિવ કેસ મળી આવ્યા હતા.

18 June, 2021 10:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

બોરીવલી ફ્લાયઓવરનો ખર્ચ 161 કરોડથી ચારગણો વધીને 651 કરોડ

બોરીવલીમાં ફ્લાયઓવરના બાંધકામનો ખર્ચ ચારગણો વધી ગયો છે. બીએમસીએ ૨૦૧૮માં ૧૬૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, પરંતુ હવે વહીવટી તંત્રએ નવા એક્સ્ટેન્શન સાથેના ફ્લાયઓવરની યોજના સાથે ૬૫૧ કરોડ રૂપિયાના સુધારેલા ખર્ચ સાથેની દરખાસ્ત રજૂ કરી છે.

18 June, 2021 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK