મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ૨૦૨૮ના ઑક્ટોબર સુધીમાં દેશ પાસે પોતાની સ્માર્ટફોન બ્રૅન્ડ હશે
અશ્વિની વૈષ્ણવ
દેશના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘ભારત હવે ફક્ત અન્ય બ્રૅન્ડ્સ માટે ફોન બનાવવા પૂરતું મર્યાદિત રહેશે નહીં. ટૂંક સમયમાં દેશ પાસે વિશ્વમંચ પર પોતાની સ્માર્ટફોન બ્રૅન્ડ હશે. આ ફોન લૉન્ચ કરવા માટે ૨૦૨૮ના ઑક્ટોબર મહિનાની ટાઇમલાઇન નક્કી કરવામાં આવી છે. આ સ્વદેશી સ્માર્ટફોન સંપૂર્ણપણે ભારતીય હશે જેમાં ડિઝાઇન, ઉત્પાદન અને ટેક્નૉલૉજીનો સમાવેશ થાય છે. આ સ્વદેશી બ્રૅન્ડ ઍપલ અને સૅમસંગ જેવા વૈશ્વિક દિગ્ગજો સાથે સીધી સ્પર્ધા કરવા માટે તૈયાર છે.’
હાલમાં ૩,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતનો આઇ-ફોન ડુઓ લૉન્ચ થયો અને એનો સ્ટૉક ઝડપથી ખલાસ થઈ ગયો ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારતીય બજારમાં પ્રીમિયમ સ્માર્ટફોનની માગણી કેટલી મજબૂત છે.
દિલ્હીમાં આયોજિત એક સમિટમાં અશ્વિની વૈષ્ણવે દરેકને ૨૦૨૮ની ૨૩ ઑક્ટોબરની તારીખ યાદ રાખવાની સલાહ આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઑક્ટોબર ૨૦૨૮ સુધીમાં ભારતમાં એવા મોબાઇલ ફોન હશે જેમની ડિઝાઇન, ઉત્પાદન અને ભારતનું પોતાનું બ્રૅન્ડનેમ ધરાવતા હશે. આજના વિશ્વમાં ભારત વૈશ્વિક ઇલેક્ટ્રૉનિક્સ સપ્લાય-ચેઇનમાં મજબૂત સ્થાન મેળવી રહ્યું છે. ફોન-ટેક્નૉલૉજી વિકસાવવી એ એક પડકારજનક કાર્ય માનવામાં આવે છે, જે ભારત હવે પૂરું કરવા જઈ રહ્યું છે.
