કોલીવાડાના બે વિસ્તારોને જોડતો એકમાત્ર બ્રિજ તોડી પાડવાના નિર્ણય સામે સ્થાનિકોનો વિરોધ, નવો બ્રિજ બને ત્યાં સુધી કોઈ વૈકલ્પિક માર્ગ કરી આપવાની માગણી
૩૦ વર્ષ જૂનો બ્રિજ
ગોરાઈમાં પોઇસર નદી પરના બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ની મંજૂરી મળી ગઈ છે. હાલનો ૧૦૦ મીટર લાંબો પુલ લોઅર અને અપર કોલીવાડા વિસ્તારો વચ્ચેનો એકમાત્ર સીધો રસ્તો છે એટલે આ બ્રિજને તોડી પાડવાના નિર્ણયનો સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ દલીલ કરી છે કે ઊંચી ભરતીને લીધે કોલીવાડા વિસ્તાર ટાપુ જેવો બની જાય છે, જેને કારણે ૭૦૦ મીટર ફરીને કોલીવાડામાં જવું પડે છે. પુલ તોડી પાડવામાં આવે અને નવો પુલ તૈયાર થાય એ દરમ્યાન કોલીવાડાને મુખ્ય રોડ સાથે કેવી રીતે જોડવું એ બાબતે BMC તરફથી હજી કોઈ સ્પષ્ટતા મળી નથી એવું સ્થાનિકોનું કહેવું છે.


